________________
૨૧૪
ગાથા : ૬૬
છઠ્ઠો કર્મગ્રંથ ભણનારને વધારે સરળ પડે તે માટે અમે પાછળ પરિશિષ્ટ રૂપે પાના નંબર ૩૦૩ થી ૩૬૪ સુધીમાં આપીશું. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. તે ૬૪ ૬૫ /
इय कम्मपगइठाणाणि, सुट्ट बंधुदयसन्तकम्माणं । गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ।। ६६ ॥ इति कर्मप्रकृतिस्थानानि, सुष्ठ बन्धोदयसत्कर्मणाम् । गत्यादिभिरष्टसु, चतुष्प्रकारेण ज्ञेयानि ।। ६६ ।।
ગાથાર્થ - આ પ્રમાણે બંધ-ઉદય અને સત્તાનાં કર્મપ્રકૃતિઓનાં સ્થાનોને ગતિ આદિ ૬ ૨ માર્ગણા વડે આઠ અનુયોગદ્વારોમાં પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે જાણવાં જોઈએ. // ૬૬ //
વિવેચન - ગાથા ૧ થી ૬૬ માં મૂલ આઠે કર્મોનાં, અને જ્ઞાનાવરણીય આદિ એક-એક કર્મનાં બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાપ્રકૃતિઓનાં સ્થાનો ગ્રંથકારશ્રીએ જણાવ્યાં છે. તથા ૧૪ જીવસ્થાનક ઉપર અને ૧૪ ગુણસ્થાનક ઉપર પણ બંધસ્થાનક આદિ ગ્રંથકારશ્રીએ જણાવ્યાં છે. તે જ પ્રમાણે પૂર્વાપર શાસ્ત્રોનો સુંદર અભ્યાસચિંતન-મનન કરીને ૧૪ મૂલમાર્ગણાઓ ઉપર અને તેના ઉત્તરભેદ સ્વરૂપ ૬૨ માર્ગણાઓમાં બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકો કહેવાં.
"संतपयपरूवणया दव्वपमाणं च खित्तफुसणा य । कालो य अंतरं भाग, भावे अप्पाबहुं चेव ।"
આ ગાથામાં કહેલા આઠ અનુયોગ દ્વારો પ્રમાણે આ આઠે કર્મોનો સંવેધ જીવસ્થાનક, ગુણસ્થાનક-માર્ગણાસ્થાનક આદિમાં જાણવો. ત્યાં સપદપ્રરૂપણા રૂપે સંવેધ ૧ થી ૩૪ ગાથામાં સામાન્યથી, અને પછીની ગાથાઓમાં વિશેષથી જીવસ્થાનકગુણસ્થાનક તથા ગતિ-જાતિ માર્ગણાસ્થાનોમાં ગ્રંથકારશ્રીએ પોતે જ સ્વયં કહ્યો છે. બાકીની માર્ગણાઓમાં જાણી લેવાનું કહ્યું છે. દ્રવ્યપ્રમાણ આદિ બીજા સાત અનુયોગ દ્વારો રૂપે આઠે કર્મોનો સંવેધ કર્મપ્રકૃતિપ્રાભૃત આદિ મહાગ્રન્થોનો સભ્યપ્રકારે અભ્યાસ કરીને જાણવા જેવો છે.
તે કર્મપ્રકૃતિપ્રાભૃત આદિ ગ્રન્થો હાલ વિદ્યમાન નથી. તેથી લેશથી પણ આ સંવેધ બતાવી શકાય તેમ નથી. આ બાબતમાં પૂજ્ય મલયગિરિજી મહારાજશ્રીની સપ્તતિકાવૃત્તિની કેટલીક પંક્તિઓ જાણવા જેવી છે. તે આ પ્રમાણે છે -
तत्र सत्पदप्ररूपणया संवेधो गुणस्थानकेषु सामान्येनोक्तः । विशेषतस्तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org