________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯
૧૮૭ ૫ સંસ્થાન = ૨૫, ૪ ૨ વિહાયોગતિ = ૫૦ તેને સ્થિરાસ્થિર, શુભાશુભ સુભગદુર્ભગ, આદેય-અનાદેય, સુસ્વર-દુસ્વર અને યશ-અપયશ એમ ગુણાકાર કરવાથી ત્રણે સ્થાને ૩૨૦૦ જ બંધમાંગા થાય છે તેથી કુલ ૯૬૦૮ બંધભાંગા જાણવા.
સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમસમ્યક્તથી પડતાં આવે છે. સાસ્વાદને વર્તતો જીવ મૃત્યુ પામીને પરભવમાં એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, પં.તિર્યંચમાં, મનુષ્યમાં અને દેવભવમાં લબ્ધિપર્યાયામાં જાય છે. પણ નારકીમાં જતો નથી. ત્યાં ગયા પછી પણ આ સાસ્વાદન વધુમાં વધુ ૬ આવલિકા સુધી જ રહે છે. તે કાલે શરીર પર્યાપ્તિ પણ પૂર્ણ થતી નથી. તેથી પારભવિક સાસ્વાદન ઉપરોક્ત ભવોમાં પ્રથમનાં ૨ ઉદયસ્થાનક સુધી જ હોય છે અને નવું સાસ્વાદન પર્યાપ્તાવસ્થામાં જ પામી શકાય છે કારણ કે ઉપશમ સમ્યકત્વ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જ પ્રાપ્ત કરી શકે છે. અને ઉપશમ પામે તો જ સાસ્વાદન આવે છે. માટે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાવાળાં ૨૯ - ૩૦ - ૩૧ એમ ૩ ઉદયસ્થાનક હોય છે. આ રીતે વિચારતાં એકેન્દ્રિયમાં ૨૧ - ૨૪, વિકસેન્દ્રિયમાં ૨૧ - ૨૬, ૫. તિર્યંચમાં ૨૧ - ૨૬, સા. મનુષ્યમાં ૨૧ - ૨૬ અને દેવભવમાં ૨૧ - ૨૫, એમ ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ કુલ ૪ ઉદયસ્થાનક પારભવિક સાસ્વાદનમાં હોય છે. અને પર્યાપ્ત અવસ્થામાં નવા પ્રાપ્ત કરાતા સાસ્વાદનમાં સા. તિર્યંચમાં ૩૦૩૧, સા. મનુષ્યમાં ૩૦, દેવોમાં ર૯ - ૩૦, અને નારકીમાં ૨૯ આમ ૩ ઉદયસ્થાનક નવા સાસ્વાદનને આશ્રયી હોય છે. એમ બન્ને મળીને ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ તથા ૨૯ - ૩૦ - ૩૧ કુલ ૭ ઉદયસ્થાનક સંભવે છે.
૨૭ - ૨૮ નાં ઉદયસ્થાનક સાસ્વાદને ન હોય, કારણ કે આ બન્ને ઉદયસ્થાનક શરીર પર્યામિ પૂર્ણ કર્યા પછી અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં આવે છે. તેથી આ ઉદયસ્થાનક આવતાં આવતાં પરભવથી લઈને આવેલું સાસ્વાદન ચાલ્યું જાય છે. અને નવું સાસ્વાદન કરણ અપર્યાપ્ત અવસ્થા હોવાથી પામી શકાતું નથી તથા પં. તિર્યંચ અને મનુષ્યમાં લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય હોવાના કારણે અને સાસ્વાદનનો અલ્પકાલ હોવાથી વૈક્રિય લબ્ધિ ફોરવતા નથી. માટે સાસ્વાદને ૨૭ - ૨૮ નો ઉદય સંભવતો નથી. ૮ - ૯ - ૨૦ નાં ઉદયસ્થાનો કેવલી ભગવાનનાં છે. તેથી તે ઉદયસ્થાનો સાસ્વાદને સંભવતાં નથી.
સાસ્વાદન ગુણસ્થાનક લઈને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-પં. તિર્યચ-મનુષ્ય અને દેવમાં જવાય છે. પણ એકેન્દ્રિયમાં બાદર-પર્યાપ્તા-પ્રત્યેકમાં જ જવાય છે. સૂક્ષ્મઅપર્યાપ્તા કે સાધારણમાં જવાતું નથી. કારણ કે સૂક્ષ્મત્રિકનો ઉદય મિથ્યાત્વે જ છે. સાસ્વાદને જતાં તેનો ઉદય વિચ્છેદ પામે છે. તેથી ઉદયભાંગા નીચે મુજબ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org