________________
ગાથા : ૫૭
૧૮૦
છઠ્ઠો કર્મગ્રંથ અને કાર્મણ કાયયોગ હોતા નથી. કારણ કે ઉપશમ સમ્યક્તી જીવ મૃત્યુ પામતો નથી. અને મૃત્યુ વિના અપર્યાપ્તા-વસ્થાભાવી ૩ યોગો આવતા નથી તથા આ દશે યોગમાં પ્રાથમિક ઉપશમસખ્યત્વમાં માત્ર ૨૮ ની જ સત્તા હોય છે. કારણ કે પ્રાથમિક ઔપશમિકમાં અનંતાનુબંધિની વિસંયોજન સંભવતી નથી. હવે શ્રેણીસંબંધી ઔપથમિક સમ્યક્ત મનુષ્યગતિમાં જ સંભવે. ત્યાં મનના ૪, વચનના ૪, અને ઔદારિક કાયયોગ એમ ૯ યોગમાં ૨૮-૨૪ બને સત્તાસ્થાન હોય છે. તથા ઉપશમસમ્યક્તમાં ઔદારિક મિશ્ર કાયયોગ તો સંભવતો જ નથી પરંતુ વૈક્રિયમિશ્ર કાયયોગ અને કાશ્મણકાયયોગ માનવામાં જુદા જુદા મતો છે. ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યક્તી જીવ મૃત્યુ પામે છે અને મરીને વૈમાનિક દેવલોકમાં (અથવા અનુત્તર વિમાનમાં) જ જાય છે ત્યારે કેટલાક આચાર્યો ઉપશમ સમ્યક્ત લઈને જવાય છે એમ માને છે. તેમના મતે ચોથે ગુણઠાણે વૈક્રિયમિશ્ર અને કાર્મણ કાયયોગ સંભવે છે. ત્યાં ૬-૭-૮ ના ઉદયે ચાર ચોવીશીને બદલે માત્ર પુરુષવેદ જ હોવાથી ૪ અષ્ટક સંભવે છે. આ એક મત થયો. તથા કેટલાક આચાર્યો એમ માને છે કે ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યક્તી જીવ મૃત્યુ પામે પણ બીજા જ સમયે સમ્યત્વમોહનીયનો ઉદય થવાથી ક્ષાયોપથમિક સભ્યત્વવાળો બને, પણ ઉપશમવાળો ન રહે. તેથી દેવભવમાં જતાં વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ હોય પણ ઉપશસમ્યક્ત ન હોય. તેથી ઉપશમ સમજ્યમાં આ બે યોગ ન હોય. આ બીજો મત જાણવો. તથા વળી કેટલાક આચાર્યો એમ માને છે કે ઉપશમશ્રેણીમાં જે ઉપશમ સમ્યક્તી જીવ હોય તે મૃત્યુ પામે નહીં. ભવક્ષયવાળું પતન પામે નહીં, માત્ર કાલક્ષયે જ પડે. અને જે જીવે ક્ષાયિક સમ્યક્ત પામીને ઉપશમશ્રેણી માંડી હોય તેઓ જ મૃત્યુ પામે અને વૈમાનિક દેવમાં જાય. આ ત્રીજા મતે પણ ઔપથમિકસમ્યક્તમાં વૈક્રિયમિશ્ર કાયયોગ અને કાર્પણ કાયયોગ સંભવે જ નહીં.
લાયોપથમિક સમ્યક્તી જીવ ચોથે ગુણઠાણે ચારે ગતિમાં પર્યાપ્તાવસ્થામાં હોઈ શકે છે. ૭-૮-૯ ના ઉદયે સમ્યક્વમોહનીયના ઉદયવાળી ૪ ચોવીશી હોય છે. ત્યાં દેવ-નારક અને તિર્યંચના ભવમાં ૨૮-૨૪ અને ૨૨ એમ ત્રણ જ સત્તાસ્થાન હોય, પરંતુ મનુષ્યના ભવમાં ક્ષાયિક પામવાનો પ્રારંભ થતો હોવાથી ૨૮-૨૪-૨૩-૨૨ એમ ૪ સત્તાસ્થાન હોય છે. ત્યાં જ મનના, ૪ વચનના અને ઔદારિક કાયયોગ એમ ૯ યોગમાં સખ્યત્વમોહનીયના ઉદયવાળી ૪ ચોવીશીમાં મનુષ્યભવમાં ક્ષાયિક પામે છે તેને આશ્રયી ૨૮-૨૪-૨૩-૨૨ એમ ૪ સત્તાસ્થાન હોઈ શકે છે. વૈક્રિય કાયયોગ દેવનારકીને પર્યાપ્તાવસ્થામાં હોય, ત્યાં ચારે ચોવીશીએ ૨૮-૨૪ એમ બે જ સત્તાસ્થાન હોય, ઔદારિક મિશ્ર કાયયોગ દેવ-નારકીમાંથી અયુગલિક મનુષ્ય-તિર્યંચમાં આવે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org