________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા ઃ ૫૭
૧૭૯
વિનાની છે જે પ્રથમાવલિકા માત્રમાં જ હોય છે. ત્યાં ૨૮ ની એક જ સત્તા સંભવે છે. તેથી ૮-૯-૧૦ એમ ત્રણ ઉદયસ્થાનમાં ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા, ૩૬ ઉદયપદ અને ૮૬૪ પદવૃંદમાં ૨૮-૨૭-૨૪ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે. અને બાકીની ૭-૮-૯ ના ઉદયે ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા ૩૨ ઉદયપદ અને ૭૬૮ પદવૃંદમાં માત્ર એક ૨૮ ની જ સત્તા હોય છે. ગુણાકાર સ્વયં કરી લેવો. તથા ઉપયોગગુણિત અને લેશ્યાગુણિતમાં વિશેષતા નથી. પરંતુ યોગગુણિતમાં અનંતાનુબંધીના ઉદયવાળી ચાર ચોવીશી, ૯૬ ઉદયભાંગા વગેરેમાં તેર યોગ હોય છે. અને તેરે યોગે ૨૮ - ૨૭ - ૨૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે. પરંતુ અનંતાનુબંધી વિનાની ચાર ચોવીશી અને ૯૬ ઉદયભાંગા આદિમાં ઔ. મિશ્ર, વૈ. મિશ્ર અને કાર્યણકાયયોગ વિના ૧૦ જ યોગ હોય છે. તથા ૨૮નું જ માત્ર સત્તાસ્થાન હોય છે.
બીજા ગુણસ્થાનકે ૭ - ૮ - ૯ ના ઉદયે ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા, ૩૨ ઉદયપદ અને ૭૬૮ પદવૃંદમાં સર્વત્ર એક ૨૮ ની સત્તા હોય છે. પરંતુ યોગગુણિતમાં બાર યોગે ચારે ચોવીસીમાં ૨૮ ની સત્તા હોય, અને વૈક્રિય મિશ્ર કાયયોગે ચાર ચોવીસીને બદલે ચાર ષોડશક હોય ત્યાં પણ એક ૨૮ ની જ સત્તા હોય. વૈક્રિયમિશ્ર કાયયોગે નપુંસકવેદ ન હોય.
ત્રીજા ગુણસ્થાનકે ૭-૮-૯ ના ઉદયે ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા, ૩૨ ઉદયપદ અને ૭૬૮ પદવૃંદમાં સર્વત્ર ૨૮-૨૭-૨૪ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે.
૨૮ ૨૪
ચોથે - પાંચમે - છટ્ટે અને સાતમે એમ ચારે ગુણઠાણે સમ્યક્ત્વ મોહનીયના ઉદયવાળી જે ચાર-ચાર ચોવીશીઓ છે. ત્યાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વી જીવ હોવાથી ૨૩ ૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાન જાણવાં. અને સમ્યક્ત્વ મોહનીયના ઉદય વિનાની જે ચાર-ચાર ચોવીશીઓ છે ત્યાં ઔપમિક અને ક્ષાયિક સમ્યક્ત્વી જીવો હોવાથી ૨૮ - ૨૪ ૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન જાણવાં. ઉપયોગગુણિત અને લેશ્યા ગુણિતમાં વિશેષતા નથી. પરંતુ યોગગુણિતમાં કંઈક વિશેષતા જાણવા જેવી છે તે આ પ્રમાણે -
-
-
Jain Education International
-
ઉપશમ સમ્યક્ત્વમાં ૨૮-૨૪ એમ બે સત્તાસ્થાન છે. પરંતુ ઉપશમ સમ્યક્ત્વ બે જાતનું છે. અનાદિમિથ્યાત્વી પહેલામાં પહેલું જે સમ્યક્ત્વ પામે તે પ્રાથમિક ઉપશમસમ્યક્ત્વ, અને ઉપશમશ્રેણી માંડવા માટે જે ઉપશમ સમ્યક્ત્વ પામે તે શ્રેણિસંબંધી ઉપશમ સમ્યક્ત્વ. ત્યાં પ્રાથમિક ઉપશમસમ્યક્ત્વ ચારે ગતિમાં પામી શકાય છે. પરંતુ તેમાં મનના ૪, વચનના ૪, અને કાયાના ઔદારિક કાયયોગ અને વૈક્રિયકાયયોગ એમ ૧૦ જ યોગ હોય છે. અપર્યાપ્તાવસ્થાભાવી ઔ. મિશ્ર, વૈ. મિશ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org