________________
૧૭૪
ગાથા : ૫૬
છઠ્ઠો કર્મગ્રંથ - પૂજ્ય મલયગિરિજીકૃત સપ્તતિકાની ટીકામાં કહ્યું છે કે - તતઃ માતાનિ चतुर्दशसहस्राणि शतं चैकोनसप्तत्यधिकं (१४१६९) एतावन्तो मिथ्यादृष्ट्यादिष्वपूर्वकरणपर्यवसानेषु गुणस्थानकेषु उदयभङ्गा योगगुणिता लभ्यन्ते ।
તથા આ જ ટીકામાં આગળ લખે છે કે - તતો ગાતઃ પૂર્વરઃ पञ्चनवतिसहस्राणि सप्तशतानि सप्तदशाधिकानि ९५७१७ । एतावन्ति योगगुणितानि પદ્રવૃન્હાનિ | ૩ ૨ – “સરસા સત્તા પનિક સદસ પસંલ્લા ” ટીકામાં કહેલી આ સંખ્યા ઉપરોક્ત વિવેચનને અનુસાર મળી રહે છે.
ચૌદે ગુણસ્થાનકે ઉપયોગ ગુણિત ચોવીશી વગેરે
- પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ચાર દર્શન એમ ૧૨ ઉપયોગ છે. ત્યાં મિથ્યાત્વે અને સાસ્વાદને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાન, તથા ચક્ષુ-અચક્ષુદર્શન એમ કુલ પાંચ ઉપયોગ હોય છે. ત્રીજે-ચોથે અને પાંચમે ગુણઠાણે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ અને અવધિદર્શન એમ કુલ ૬ ઉપયોગ હોય છે તથા પ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષીણમોહ સુધી મન:પર્યવજ્ઞાન સહિત કુલ ૭ ઉપયોગ હોય છે. જે ગુણઠાણે જેટલી ચોવીશી-ઉદયભાંગા-ઉદયપદ અને પદવૃંદ હોય છે. તેને ઉપરોક્ત ઉપયોગની સંખ્યાથી ગુણાકાર જ કરવાનો રહે છે. અહીં ૨ વાત જાણવા જેવી છે.
(૧) પહેલા-બીજા ગુણઠાણે અજ્ઞાન ત્રણ લીધાં છે અને દર્શન બે જ લીધાં છે. ત્યાં એક પ્રશ્ન થાય છે કે મતિ-શ્રુત અજ્ઞાનવાળાને જેમ ચક્ષુ-અચક્ષુ દર્શન હોય છે તેમ અવધિ અજ્ઞાન (વિભંગ જ્ઞાન) વાળાને અવધિદર્શન પણ હોવું જોઈએ. છતાં પાંચ જ ઉપયોગ હોવાનું કેમ કહો છો ? તેનો ઉત્તર આવો સમજવો કે ચૂર્ણિમાં, સપ્તતિકાની ટીકામાં, તથા ચોથા કર્મગ્રંથ આદિમાં પહેલા-બીજા ગુણઠાણે પાંચ જ ઉપયોગ હોવાનું વિધાન કરેલ છે. તેથી ત્યાં અવધિદર્શનની વિવક્ષા કરેલી નથી.
(૨) ત્રીજા-ચોથા કર્મગ્રંથમાં ત્રીજાની ગાથા ૧૯માં અને ચોથાની ગાથા ૧૯માં “નયા મસુયોહિ” આ પદમાં અવધિ દર્શનમાં તો ૪ થી ૧૨ ગુણસ્થાનક જ કહ્યાં છે. ત્રીજે ગુણઠાણે અવધિદર્શન કર્યું જ નથી. છતાં અહીં ચૂર્ણિ આદિ ગ્રંથોમાં કહેલ છે. વળી મતિ-શ્રુત-અવધિ આ ત્રણે જ્ઞાનોમાં પણ ૪ થી ૧૨ ગુણઠાણાં કહ્યાં છે. અને મિશ્રગુણઠાણે ૩ અજ્ઞાન તથા ૩ જ્ઞાન અને મિશ્ર હોય એમ ત્રીજા-ચોથા કર્મગ્રંથમાં કહેલ છે જ્યારે અહીં ચૂર્ણિ આદિ ગ્રંથોમાં ત્રીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org