________________
૧૬૮
ગાથા : ૫૬
છઠ્ઠો કર્મગ્રંથ ઔદારિકમિશ્ન-વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ વિનાના ૧૦ યોગ જ હોય છે. આ ત્રણ યોગ ન હોવાનું કારણ આ પ્રમાણે છે.
આ ત્રણ યોગો યથાસંભવ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયથી સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી એટલે કે અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને અનંતાનુબંધીના ઉદય વિનાની ચાર ચોવીશી, ક્ષયોપશમ સમ્યક્ત પામીને ચાર અનંતાનુબંધીની વિસંયોજના કરીને મિથ્યાત્વના ઉદયથી પહેલે ગુણઠાણે આવેલા જીવને પ્રથમની એક આવલિકા કાલમાત્રમાં જ હોય છે. જે જીવ અનંતાનુબંધીની વિસંયોજના કરીને મિથ્યાત્વે જાય છે. તે નિયમા ઓછામાં ઓછા અંતર્મુહૂર્તના શેષ આયુષ્યવાળો હોય જ છે તેથી મૃત્યકાલે-વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં અનંતાનુબંધીના ઉદય રહિતની પ્રથમ આવલિકા હોતી નથી. અને પ્રથમ આવલિકા કાલે મૃત્યુ-વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થા આવતી નથી. તેથી અનંતાનુબંધીના ઉદય વિનાની આ ૪ ચોવીશીમાં વિગ્રહ ગતિ અને અપર્યાપ્તાવસ્થાભાવી ૩ યોગો ઘટતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “પારૂ તો ”િ તેથી યોગગુણિત ચોવીશી આદિની સંખ્યા પહેલા ગુણઠાણે નીચે પ્રમાણે થાય છે.
મિથ્યાત્વ ગુણઠાણે
ચો.ઉ.ભા. ઉ.પદ પદવૃંદ યોગ | ચો. ઉ.માં. ઉપપદ પદવૃંદ અનં૦ના ઉદયવાળી | ૪ | ૯૬ | ૩૬ [ ૮૬૪|૧૩=પર ૧૨૪૮૪૬૮ ૧૧૨૩૨ અioના ઉદયરહિત | ૪ | ૯૬ | ૩૨ | ૭૬૮૪૧૦= ૪૦ ૯૬૦ |૩૨૦૫ ૭૬૮૦)
કુલ | ૯૨૨૨૦૮૦૮૮૧૮૯૧૨ મોહનીય કર્મનાં સત્તાસ્થાનકો જો કે આગળ પ૭ મી ગાથામાં આવવાનાં છે. તો પણ ફરી ફરી ત્યાં લખાણ ન કરવું પડે એટલા માટે અમે અહીં જ સમજાવીએ છીએ-અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીશીમાં ૨૮-૦૭-૨૬ એમ ત્રણે સત્તાસ્થાનો સંભવે છે. પરંતુ અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશી મિથ્યાત્વે પ્રથમ આવલિકા માત્ર જ હોવાથી અને ત્યાં સખ્યત્વમોહનીય તથા મિશ્ર મોહનીયની ઉવલના થયેલી ન હોવાથી તે બેની નિયમાં સત્તા છે. તે માટે માત્ર ૨૮ ની જ સત્તા સંભવે છે.
(૧) અહીં ઔદારિકમિશ્ર તથા કાર્મણ કાયયોગ તો અપર્યાપ્તાવસ્થા ભાવિ જ છે. પરંતુ વૈક્રિયમિશ્ર કાયયોગ દેવ-નારકીને અપર્યાપ્તાવસ્થામાં જેમ સંભવે છે. તેમ પર્યાપ્તા મિથ્યાષ્ટિ તિર્યંચમનુષ્યો વૈક્રિયલબ્ધિવાળા લબ્ધિ ફોરવે ત્યારે પર્યાપ્તાવસ્થામાં પણ અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશીમાં વૈક્રિયમિશ્ર કાયયોગ સંભવી શકે છે. પરંતુ ચૂર્ણિકારે આ વિવક્ષા લીધી નથી. તેને અનુસારે ટીકાકારે પણ લીધી નથી. જુઓ પૂ. મલયગિરિજીકૃત સપ્તતિકાટીકા ગાથા ૪૯. તેનો અર્થ એવો થાય છે કે અનંતાનુબંધીના ઉદય વિનાની પ્રથમ આવલિકામાં સંભવતી ૪ ચોવીશીમાં વર્તતા તિર્યંચ-મનુષ્યો વૈક્રિયલબ્ધિ ફોરવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org