________________
૧૫૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગોત્રકર્મમાં પહેલે ગુણઠાણે પાંચ, બીજે ગુણઠાણે ચાર, ત્રીજે, ચોથે અને પાંચમે ગુણઠાણે બે, છઠ્ઠાથી તેરમા સુધી એક, અને ચૌદમે ગુણઠાણે બે સંવેધભાંગા હોય છે. ત્યાં મિથ્યાષ્ટિ ગુણઠાણે નીચ અથવા ઉચ્ચ ગોત્રના બંધવાળા પહેલા પાંચે ભાંગ હોય છે. માત્ર અબંધવાળા છેલ્લા બે ભાંગ સંભવતા નથી. સાસ્વાદને ૨૩-૪-૫ એમ કુલ ૪ ભાંગા હોય છે. કારણ કે નીચનો બંધ, નીચનો ઉદય અને માત્ર નીચની જ સત્તા આ ભાંગો તેઉ-વાયુમાં અને ત્યાંથી નીકળીને તિર્યંચમાં ગયેલા જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ હોય છે. ત્યાં એટલે તેઉવાયુમાં અને તેઉ-વાયુમાંથી આવેલ જીવને સાસ્વાદન ગુણસ્થાનક સંભવતું નથી. તેથી પહેલા ભાંગા વિના બે થી પાંચ સુધીના બાકીના ચાર ભાગા સાસ્વાદને હોય છે.
મિશ્ર, અવિરતે, અને દેશવિરતે આમ આ ત્રણ ગુણસ્થાનકોમાં ઉચ્ચગોત્રના બંધવાળા ચોથો અને પાંચમો આ બે જ ભાંગા ઘટે છે. કારણ કે નીચગોત્રનો બંધ બે ગુણઠાણા સુધી જ છે. તેથી ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા, તથા ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા આમ ચોથો-પાંચમો ભાંગો હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી ગોત્રકર્મનો એક જ ભાંગો હોય છે. પરંતુ તેમાં ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ આ પાંચ ગુણસ્થાનકોમાં ઉચ્ચગોત્રનો બંધ હોવાથી ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બન્નેની સત્તાવાળો પાંચમો ભાંગો જાણવો અને ૧૧ - ૧૨ - ૧૩ મા ગુણસ્થાનકે અબંધ, ઉચ્ચનો ઉદય અને બન્નેની સત્તા વાળો છઠ્ઠો ભાંગો જાણવો. નીચકુલમાં જન્મેલાને પણ વિરતિ ગ્રહણ કરે ત્યારે વિરતિના પ્રતાપે ઉચ્ચગોત્રનો ઉદય થઈ જાય છે. તેથી ૬ થી ૧૦ ગુણસ્થાનકમાં ઉચ્ચના ઉદયવાળો એક પાંચમો ભાંગો જ ઘટે છે. પણ નીચના ઉદયવાળો ચોથો ભાંગો હોતો નથી. ૧૧ થી ૧૩ માં ગોત્રકર્મનો બંધ ન હોવાથી અબંધ, ઉચ્ચનો ઉદય અને બન્નેની સત્તાવાળો છઠ્ઠો માત્ર એક ભાંગો હોય છે.
ચૌદમા ગુણસ્થાનકે દ્વિચરમ સમય સુધી બન્નેની સત્તાવાળો છઠ્ઠો ભાંગો અને ચરમસમયે ઉચ્ચગોત્રની જ સત્તાવાળો સાતમો ભાંગો એમ ચૌદમા એક ગુણસ્થાનકમાં બે ભાગ હોય છે. ચૌદમાના દ્વિચરમ સમયે નીચગોત્રની સત્તાનો ક્ષય થાય છે. આ રીતે આ ગાથામાં વેદનીય અને ગોત્રકર્મના ભાંગા કહ્યા. તે ૪૬
' (૧) અહીં કેટલાક આચાર્યો દેશવિરતિ ગુણઠાણે પણ અલ્પાંશે પણ વિરતિ હોવાથી વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય માનતા નથી. તેથી પાંચમા ગુણઠાણે પણ ચોથા-પાંચમા બે ભાંગાને બદલે માત્ર એક પાંચમો ભાંગો જ માને છે. ચૂર્ણિમાં કહ્યું છે કે “મને મારા भणंति देसविरयस्स एक्को भंगो, पंचमो संभवइ, कहं ? भण्णइ-२ (विरयाविरइं) पग्गहेण (સામને) વયના ૩ોય
” સપ્તતિકાની ટીકામાં પણ આમ જ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org