________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪૧-૪૨
૧૪૩
સા. તિર્યચના ૪૯૦૪ અને સા. મનુષ્યના ૨૬૦૦ ભાંગે ચાર ચાર સત્તાસ્થાન હોવાથી ૩૦૦૧૬, અને વૈ. તિર્યંચના ૫૬ અને વૈ. મનુષ્યના ૩૨ ભાંગે બે બે સત્તાસ્થાન ગણતાં તેનાં ૧૭૬ સત્તાસ્થાન જાણવાં. બન્ને મળીને કુલ સત્તાસ્થાન ૩૦૧૯૨ સત્તાસ્થાન થાય છે. બંધભાંગો ૧ જ છે. માટે એક વડે ગુણતાં પણ
૩૦૧૯૨ જ સત્તાસ્થાન થાય.
૧૨
८
૪
૧
૨૫
Jain Education International
બંધભાંગે
બંધભાંગે
બંધભાંગે
બંધમાંગે
૩,૬૫,૮૫૬
૨,૪૪,૯૨૮
૧,૨૧,૯૫૨
૩૦,૧૯૨
૭,૬૨,૯૨૮ સત્તાસ્થાન હોય છે.
આ પ્રમાણે ૨૫ ના બંધે ૨૫ બંધભાંગે કુલ ૭,૬૨,૯,૨૮ સત્તાસ્થાન હોય છે.
૨૬ ના બંધે ૧૬ બંધભાંગા છે. બાદર પર્યાપ્તાના પ્રત્યેક અને સાધારણ સાથે ૧૬ બંધભાંગા થાય છે. તેમાં ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૨૫ ના બંધના ૮ બંધભાંગાની જેમ ૭૬૫૬ છે. સંવેધ બરાબર ૨૫ ના બંધના ૮ બંધભાંગાની જેમ સમજવો. સત્તાસ્થાનક ૩૦૬૧૬×૧૬ બંધભાંગાએ ગુણવાથી કુલ ૪,૮૯,૮૫૬ સત્તાસ્થાન થાય છે.
૨૮ નો બંધ દેવપ્રાયોગ્ય પણ છે, અને નરકપ્રાયોગ્ય પણ છે ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ એમ બન્ને કરે છે. તેમાં પણ સમ્યગ્દષ્ટિ જીવો લબ્ધિપર્યાપ્તા હોય તો કરણ અપર્યાપ્તાવસ્થા હોય ત્યારે પણ અને કરણ પર્યાપ્તાવસ્થા થાય ત્યારે પણ દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરી શકે છે. પરંતુ જો મિથ્યાર્દષ્ટિ હોય તો કરણ પર્યાપ્તાવસ્થા થયા પછી જ દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે તેથી ૨૧ થી ૩૦ સુધીનાં ઉદયસ્થાનો અને ઉદયભાંગામાં વર્તતા સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે અને તે કાલે સમ્યગ્દષ્ટિ હોવાથી ૯૨૮૮ એમ બે બે સત્તાસ્થાન હોય છે અને સ્વરવાળા ૩૦-૩૧ ના ઉદયમાં વર્તતા તિર્યંચ તથા ૩૦ના ઉદયમાં વર્તતા મનુષ્યો સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાર્દષ્ટિ હોય. તે બન્ને દેવપ્રાયોગ્ય બંધ કરી શકે છે. ત્યાં સમ્યગ્દષ્ટિને ૯૨-૮૮ એમ બે સત્તાસ્થાન હોય છે અને મિથ્યાર્દષ્ટિને ૯૨-૮૮-૮૬ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. આ રીતે વિચારતાં ૨૧ થી ૩૧ સુધીનાં (૨૪ વિના) ૮ ઉદયસ્થાનક છે. સામાન્ય તિર્યંચના વૈક્રિય તિર્યંચના ૫૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારક મનુષ્યના ૭ મળીને કુલ ૭૬૦૨ ઉદયભાંગા હોય છે. ત્યાં આહારકના ૭ ઉદયભાંગે એક ૯૨ ની જ સત્તા, સ્વરવાળા પં. તિર્યંચના ૩૦ ના ઉદયના અને
૪૯૦૪,
For Private & Personal Use Only
www.jainelibrary.org