________________
ગાથા : ૪૧-૪૨
છટ્ટો કર્મગ્રંથ
વિવેચન - આ બન્ને ગાથામાં ૧૪ જીવસ્થાનકોમાં નામકર્મનાં બંધસ્થાનકઉદયસ્થાનક અને સત્તાસ્થાનકની સંખ્યા માત્ર કહી છે તેનું વિવેચન પૂર્વે કરેલા વિસ્તારને અનુસારે આપણે સ્વયં જાણી લેવાનું છે. ગાથામાં કહેલી સંખ્યામાંથી ત્રણ ત્રણ સંખ્યા સાથે સાથે લેવી. ત્રણ સંખ્યામાંથી પહેલી સંખ્યા બંધસ્થાનક સૂચક, બીજી સંખ્યા ઉદયસ્થાનક સૂચક, અને ત્રીજી સંખ્યા સત્તાસ્થાન સૂચક સમજવી. ત્રણ ત્રણ સંખ્યા લેતાં કુલ ૬ ભાગ થશે. તે છએ ભાગને ૪૨ મી ગાથામાં કહેલા જીવભેદોની સાથે ક્રમસર જોડવા. જેથી નીચે મુજબ અર્થફલિત થશે.
૧૩૪
(૧) સાત અપર્યાપ્તા જીવસ્થાનકોમાં (૨)સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયમાં (૩)બાદર પર્યાપ્તા એકેન્દ્રિયમાં (૪)વિકલેન્દ્રિય પર્યાપ્તા જીવભેદોમાં (૫)અસંશી પં. પર્યાપ્તા જીવસ્થાનકમાં (૬)સંજ્ઞી પં. પર્યાપ્તા જીવસ્થાનકમાં ૮ (બંધ સ્થા.) ૮ (ઉદય.) ૧૦ (સત્તા.)
૫ (બંધ સ્થા.) ૨ (ઉદય.) ૫ (સત્તા.) ૫ (બંધ સ્થા.) ૪ (ઉદય.) ૫ (સત્તા.) ૫ (બંધ સ્થા.) ૫ (ઉદય.) ૫ (સત્તા.) ૫ (બંધ સ્થા.) ૬ (ઉદય.) ૫ (સત્તા.) ૬ (બંધ સ્થા.) ૬ (ઉદય.) ૫ (સત્તા.)
હવે આ છ પ્રકારોમાંથી સૌથી પ્રથમ સાત અપર્યાપ્તા જીવભેદમાં કહેલાં ૫ બંધસ્થાનક, ૨ ઉદયસ્થાનક અને ૫ સત્તાસ્થાનક વિચારીએ.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવમાં પહેલું જ ગુણસ્થાનક હોય છે. આ જીવો તિર્યંચ જ કહેવાય છે અને તિર્યંચ-મનુષ્ય-પ્રાયોગ્ય જ બંધ કરે છે. દેવનરકપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી દેવના ૧૮, નારકીનો ૧, મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધના જિનનામવાળા ૮ અને ગતિ અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૨૮ બંધભાંગાને છોડીને બાકીના ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. ઉદયસ્થાનક ૨૧ અને ૨૪ એમ બે જ છે. કારણ કે અહિં સાતે અપર્યાપ્તા કે પર્યાપ્તા લબ્ધિને આશ્રયી જ લેવાના હોય છે. તેઓ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી જ જીવે છે. એટલે પરાઘાત આદિ પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી માટે ૨૧-૨૪ એમ બે જ ઉદયસ્થાનક ઘટે છે. ત્યાં ૨૧ ના ઉદયે “સૂક્ષ્મ-અપર્યાપ્ત-અયશ” ના ઉદયવાળો ૧ ઉદયભાંગો હોય છે અને ૨૪ ના ઉદયે આ જ ઉદયભાંગો પ્રત્યેક અને સાધારણની સાથે કરતાં બે ઉદયભાંગા થાય છે. કુલ ૩ ઉદયભાંગા હોય છે. જિનનામ કર્મની સત્તાવાળાં અને ક્ષપક શ્રેણીમાં આવનારાં સત્તાસ્થાનો આ જીવભેદમાં સંભવતાં નથી તેથી ૯૨-૮૮૮૬-૮૦-૭૮ એમ પાંચ સત્તાસ્થાનક સંભવે છે. સંવેધ આ પ્રમાણે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org