________________
૧૨૪
ગાથા : ૩૫-૩૬
છઠ્ઠો કર્મગ્રંથ त्रयोदशसु जीवसंक्षेपकेषु, ज्ञानान्तराययोस्त्रिविकल्पः ।।
મિન ત્રિદિવ૫:, રપ પ્રત્યત્રાવિન્ય: રદ્દ |
ગાથાર્થ : જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો તેર જીવસ્થાનકોમાં ત્રણ વિકલ્પોવાળો ભાંગો હોય છે. તથા એક જીવસ્થાનકમાં ત્રણ વિકલ્પવાળો અને બે વિકલ્પવાળો ભાંગો હોય છે અને કરણને (દ્રવ્યમનને) આશ્રયીને અહીં અવિકલ્પ હોય છે. / ૩૬ //
- વિવેચન - જ્ઞાનાવરણીયાદિ એક એક મૂલકર્મના સંવેધ ભાંગા હવે ચૌદ જીવસ્થાનકોમાં સમજાવાય છે. ત્યાં સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ (સંજ્ઞી પં. પર્યાપ્ત વિનાનાં) તેર જીવસ્થાનકોમાં યથાયોગ્ય એક, બે (૧-૨) ગુણસ્થાનકો હોય છે. લબ્ધિપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત એવા આ જીવસ્થાનકોમાં એક, બે ગુણસ્થાનક હોઈ શકે છે. જોકે અહીં તો જે અપર્યાપ્ત જીવભેદ લેવાના છે તે લબ્ધિ અપર્યાપ્તા જ લેવાના છે. તેની જ વિવક્ષા કરીને આ સંવેધ લખાયો છે. તેને પહેલું એકજ ગુણસ્થાનક છે. અને લબ્ધિપર્યાપ્તા એકેન્દ્રિયાદિમાં ૧-૨, ગુણસ્થાનક હોય છે. તે બને ગુણસ્થાનકે જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મનો બંધ પાંચનો છે કારણ કે દશમા ગુણઠાણા સુધી પાંચે બંધાય છે. ઉદય પણ પાંચનો જ છે. કારણ કે બારમા સુધી પાંચેનો ઉદય શાસ્ત્રોમાં કહેલો છે અને સત્તા પણ પાંચની છે. કારણ કે બારમાના ચરમસમય સુધી પાંચેની સત્તા હોય છે. આ કારણથી તેર જીવસ્થાનકોમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તાવાળો આવા પ્રકારના ત્રણે વિકલ્પવાળો એક જ ભાંગો હોય છે.
તથા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા નામના ચૌદમા એક જીવસ્થાનકમાં જોકે ૧ થી ૧૪ ગુણસ્થાનકો છે. તો પણ કેવલી પરમાત્માને આશ્રયી આ ગાથાના ચોથા પદમાં જુદું કહેવાના હોવાથી ભાવમનને આશ્રયી જે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે. તેમાં ૧ થી ૧૨ ગુણસ્થાનક અહીં વિવસ્યાં છે તેવા પ્રકારના ભાવમનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયામાં ત્રણ વિકલ્પવાળો ૧ ભાંગો, અને બે વિકલ્પવાળો ૧ ભાંગો એમ મળીને કુલ ૨ ભાંગા હોય છે. બંધ-ઉદય અને સત્તા એમ ત્રણે પાંચ-પાંચ હોય એવો ત્રણ વિકલ્પવાળો પહેલો ભાંગો ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં છે. અને બંધવિચ્છેદ થયા પછી ૧૧-૧૨ આ બે ગુણઠાણે બંધ વિના કેવળ ઉદય અને સત્તાને આશ્રયી બે વિકલ્પવાળો ભાંગો હોય છે. એમ કુલ ૨ ભાંગા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org