________________
ગાથા : ૩૩-૩૪
૧૨૦
છઠ્ઠો કર્મગ્રંથ સંઘયણના ૨૪ ભાંગા બંને શ્રેણીમાં અને બીજા - ત્રીજા સંઘયણના ૪૮ ભાંગા માત્ર ઉપશમશ્રેણીમાં જ હોય છે.
સત્તાસ્થાનક ૯૩, ૯૨, ૮૯, ૮૮ અને ૮૦, ૭૯, ૭૬, ૭૫ મળીને કુલ ૮ સત્તાસ્થાનક હોય છે. પ્રથમનાં ચાર સત્તાસ્થાનક ઉપશમશ્રેણીમાં આઠમે, નવમે અને દસમે એમ ત્રણે ગુણઠાણે હોય છે જ્યારે ક્ષપકશ્રેણીમાં નવમા ગુણઠાણે ૧૬નો ક્ષય ન કરે ત્યાં સુધી (અર્થાત્ નવમાના પહેલા ભાગ સુધી) હોય છે. ત્યારબાદ નવમાના બીજા ભાગથી દસમાં ગુણઠાણા સુધી ૮૦ - ૭૯ - ૭૬ - ૭૫ આ ચાર સત્તાસ્થાન હોય છે.
- ઉદયભાંગાવાર વિચારીએ તો બીજા - ત્રીજા સંઘયણવાળા જે ૨૪ + ૨૪ = ૪૮ ઉદયભાંગા છે. તે માત્ર ઉપશમશ્રેણીમાં જ ઘટે છે. ક્ષપકશ્રેણીમાં નહીં. તેથી તે ૪૮ ભાંગામાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ચાર સત્તાસ્થાન હોઈ શકે છે. અહીં જિનનામકર્મની સત્તા લેવાય છે. તે નિકાચિતને આશ્રયી જ લેવાય છે. તેથી તીર્થંકર થનારા જે આત્માને છેલ્લા ત્રણ ભવમાં જિનનામની સત્તા હોય છે તેને જ ૯૩ કે ૮૯ની સત્તા હોય છે. ત્રણ ભવમાં પણ વચ્ચેનો ભવ દેવ અથવા નારકીનો છે. છેલ્લો ભવ તીર્થકર થનારનો છે. તેથી તે બે ભવમાં ઉપશમશ્રેણી સંભવતી નથી. માટે છેલ્લેથી ત્રીજા ભવમાં જિનનામ બાંધનારા જીવો ક્ષપકશ્રેણી ન માંડવાની હોવાથી કદાચ જો ઉપશમશ્રેણી માંડે તો તેઓને ૯૩ - ૮૯ની સત્તા હોઇ શકે છે. ૯૨ - ૮૮ની સત્તા તો ઉપશમ શ્રેણીમાં સહજપણે હોય જ છે. કોઈક આચાર્યો એમ પણ માને છે કે જે જીવો પહેલા સંઘયણવાળા હોય છે તે જ જીવો જિનનામ બાંધે છે. જો આ મત લઇએ તો બીજા - ત્રીજા સંઘયણવાળા ૪૮ ઉદય ભાંગામાં માત્ર ૯૨ - ૮૮ની બે જ સત્તા હોય છે. આ રીતે ૪૮ ઉદયભાંગામાં ૪ (અને મતાન્તરે ૨) સત્તાસ્થાન હોય છે.
પહેલા સંઘયણના જે ૨૪ ઉદયભાંગા છે. તેમાં પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભવિહાયોગતિ અને સુસ્વર (એમ સર્વે શુભપ્રકૃતિઓ)ના ઉદયવાળો જ ૧ ભાંગો તીર્થંકર થનારા પરમાત્માને ઘટે છે અને બાકીના ૨૩ ભાંગામાં કોઈને કોઈ પ્રકૃતિ અશુભ હોવાથી તીર્થકર થનારા જીવને તે ૨૩ ભાંગાવાળો ૩૦નો ઉદય ન સંભવે. તેથી આ ર૩ ઉદયભાંગા ઉપશમશ્રેણીમાં પણ હોઈ શકે અને ક્ષપકશ્રેણીમાં પણ સામાન્ય કેવલી થનારાને હોઈ શકે છે. તેથી તે ૨૩ ઉદયભાંગામાં ઉપશમશ્રેણીમાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ચાર સત્તાસ્થાન જાણવાં. (તેમાં પણ ૯૩ અને ૮૯ની જિનનામવાળી સત્તા, તીર્થકર થનારા જીવને છેલ્લેથી ત્રીજા ભવમાં ઉપશમશ્રેણી માંડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org