________________
૧૧૯
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪ ૩૧ના બંધનો સંવેધ (દેવપ્રાયોગ્ય માત્ર) -
૩૧નો બંધ ફક્ત દેવપ્રાયોગ્ય જ છે અને તે પણ આહારદ્ધિક તથા જિનનામ સહિત છે. તેમાં સર્વ પ્રકૃતિઓ શુભ જ બંધાતી હોવાથી ૧ જ બંધમાંગો છે. આ બંધ કરનારા સાતમા - આઠમા ગુણઠાણાવાળા મુનિઓ માત્ર જ છે અને તે પણ ઔદારિક શરીરસ્થ જ હોય છે. વૈક્રિય અને આહારકની વિદુર્વણાવાળા નથી. તેથી માત્ર ૩૦નું એક જ ઉદયસ્થાન છે. તેના સાતમે ગુણઠાણે ૧૪૪ ઉદયભાંગા થાય છે અને આઠમા ગુણઠાણે પ્રથમનાં ૩ જ સંઘયણનો ઉદય હોવાથી ૩ X ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર મળીને ૭૨ જ ઉદયભાંગા થાય છે. પરંતુ સાતમા ગુણઠાણાવાળાના જે ૧૪૪ ઉદયભાંગા છે. તેમાં આ ૭૨ ઉદયભાંગા સમાયેલા છે. કોઈ ભિન્ન પ્રકૃતિ નથી માટે જુદા ન ગણવા. ૯૩ની ૧ જ સત્તા છે. એકસો ચુમ્માલીસ ઉદયભાંગે એક ૯૩નું જ સત્તાસ્થાન હોવાથી ૧૪૪ x ૧ = ૧૪૪ સત્તાસ્થાન થાય છે.
ચુર્ણિમાં આવો પાઠ છે કે “અતિસવંથસ iાં ૩યા તા | વિ. कारणं? देवगइपाउग्गं आहारगतित्थगरसहियं एक्कतीसं बंधमाणो अप्पमत्तसंजओ પુરો વા તે વેબ્રિાં નિ ત્તિ ” સપ્તતિકાની વૃત્તિ અને પંચસંગ્રહની ટીકા આદિમાં પણ આવા જ પાઠો છે. તત્ત્વ કેવલિગમ્ય જાણવું. ૧ના બંધનો સંવેધ -
એક યશ નામકર્મનો બંધ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે, નવમા ગુણસ્થાનકે અને દસમા ગુણસ્થાનકે હોય છે. ત્યાં ઉપશમ શ્રેણી અથવા ક્ષપકશ્રેણી જ માત્ર હોય છે. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા દેહસ્થ એવા મનુષ્યો જ હોઈ શકે છે. તેથી ૩૦નું એક જ ઉદયસ્થાન ઘટે છે. અહીં વૈક્રિય કે આહારક શરીરની રચના કરતો નથી. તેથી ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ ઉદયસ્થાનો સંભવતાં નથી.
પહેલા ત્રણ સંઘયણના ઉદયવાળો જીવ ઉપશમશ્રેણી પ્રારંભે છે અને ક્ષપકશ્રેણી પહેલા સંઘયણવાળો જ પ્રારંભે છે. તેથી બંને શ્રેણીમાં થઈને ત્રણ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ અને સુસ્વર - દુઃસ્વર આટલી જ પ્રતિપક્ષી પ્રવૃતિઓ ઉદયમાં સંભવી શકે છે. બાકીની બધી શુભ જ ઉદયમાં હોય છે. તેથી ૩ x ૬ x ૨ x ૨ = ૭૨ ઉદયભાંગા હોય છે. પહેલા સંઘયણના ૨૪, બીજા સંઘયણના ૨૪ અને ત્રીજા સંઘયણના ૨૪ મળીને કુલ ૭૨ ઉદયભાંગા હોય છે. પહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org