________________
ગાથા : ૩૩-૩૪
૧૧૬
છઠ્ઠો કર્મગ્રંથ ૩૦ના બંધે પં. તિર્યંચપ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ -
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે ૪૬૦૮ બંધભાંગા છે. તે બંધને કરનારાએકેન્દ્રિય-
વિન્સેન્દ્રિય, સા. તિર્યચ, વૈક્રિય તિર્યંચ, સા. મનુષ્ય, વૈ. મનુષ્ય, દેવો અને નારી છે. આ ૩૦નો બંધ કરનારા જીવોને ૨૧ થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનક હોય છે. ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારક મનુષ્યના ૭ અને કેવલી મનુષ્યના ૮ ઉદયભાંગા છોડીને બાકીના ૭૭૭૩ ઉદયભાંગા ત્યાં હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, સા. તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના પ૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૨, દેવોના ૬૪ અને નારકીના ૫, સર્વે મળીને ૭૭૭૩ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનક ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ છે. ૨૧થી ૨૬ સુધીનાં પ્રથમનાં ચાર ઉદયસ્થાનકમાં ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ પાંચ સત્તાસ્થાન અને ૨૭થી ૩૧ સુધીનાં પાછલાં ૫ ઉદયસ્થાનોમાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાનક હોય છે. ઉદયસ્થાન પ્રમાણે કુલ ૪૦ સત્તાસ્થાનક હોય છે.
ઉદયભાંગાવાર સંવેધ ૨૩ના બંધની જેમ જ જાણવો. વૈ. વાયુકાયના ૩ ભાંગામાં ૯૨, ૮૮, ૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન, બાકીના એકેન્દ્રિયના ૩૯ ઉદયભાંગામાંથી ૨૧ આદિના ઉદયે અનુક્રમે ૫ + ૧૦ + ૨ + ૨ = ૧૯ ઉદયભાંગામાં પાંચ પાંચ સત્તાસ્થાન, બાકી રહેલા એકેન્દ્રિયના ૪ + ૧૦ + ૬ = ૨૦ ઉદયભાંગામાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાનક, વિલેન્દ્રિયના ૬૬ ઉદયભાંગામાંથી પ્રથમના ૯ + ૬ = ૧૮માં પાંચ સત્તાસ્થાન, બાકીના ૬ + ૧૨ + ૧૮ + ૧૨ = ૪૮ ઉદયભાંગામાં ૭૮ વિના ચાર સત્તાસ્થાન. સામાન્ય તિર્યંચના પ્રથમના ૯ + ૨૮૯ ઉદયભાંગામાં પાંચ પાંચ સત્તાસ્થાન, બાકીના ૫૭૬ - ૧૧૫ર - ૧૭૨૮ - ૧૧૫ર ઉદયભાંગામાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન, વૈક્રિય તિર્યંચના પ૬ ભાંગામાં ૯૨ - ૮૮ એમ બે સત્તાસ્થાન, સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન, વૈ. મનુષ્યના ૩૨ ભાંગામાં ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન જાણવાં. આટલું ૨૩ના બંધની જેમ જ સમજવું.
તથા દેવોના ૬૪ ઉદયભાંગામાં અને નારકીના ૫ ઉદયભાંગામાં ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન (૨૩ના બંધ કરતાં) વધારે જાણવાં. કારણ કે દેવ - નારકી ૨૩નો બંધ કરતા નથી. પણ સા. તિ. પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે છે. આ રીતે ૩૦૯૭૨ + ૧૩૮ = ૩૧૧૧૦ કુલ સત્તાસ્થાનક જાણવાં. તે તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધના એક એક બંધમાંગે પ્રાપ્ત થાય છે. તેથી ૩૧ ૧૧૦ x ૪૬૦૮ = ૧૪,૩૩,૫૪,૮૮૦ સત્તાસ્થાનક પં. તિર્યંચપ્રાયોગ્ય ૩૦ના બંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org