________________
૧૧૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪ ૯૨, ૮૮, ૮૯, ૮૬, ૮૦ એમ કુલ પાંચ સત્તાસ્થાનક હોય છે. કારણ કે ૯૩ની સત્તામાં જિનનામ છે. જો જિનનામની સત્તા હોય તો સમ્યગ્દષ્ટિ આત્મા નિયમા તેનો બંધ કરે જ છે. તેથી બંધ ૩૦નો થઈ જાય અને મિથ્યાત્વી હોય તો ઉભયની સત્તા પહેલે હોય નહીં. માટે મનુષ્ય પ્રાયોગ્ય બંધે ૯૩ની સત્તા નથી. ૮૯ની સત્તા જિનના બાંધીને નરકમાં ગયેલા જીવને હોય છે. મનુષ્યભવમાં જેણે પહેલાં નરકાયુષ્ય બાંધ્યું હોય, ત્યારબાદ તે જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામ્યો હોય, જિનનામ બાંધ્યું હોય. મૃત્યુનાલ નજીક આવતાં મિથ્યાત્વે જઈ મૃત્યુ પામી નરકમાં ગયો હોય તેવા જીવને નરકમાં ગયા પછી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી નવું સમ્યકત્વ આવતું નથી, મિથ્યાત્વાવસ્થા જ રહે છે. ત્યારે નરકગતિમાં ૨૧ થી ૨૯ સુધીનાં પાંચ ઉદયસ્થાનોમાં તે જીવને ૮૯ની સત્તા આ ર૯ના બંધ હોય છે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોવાથી ૭૮ની સત્તા અહીં હોતી જ નથી.
૨૧ થી ૩૧ કુલ ૯ ઉદયસ્થાનક છે. બધા જ ઉદયસ્થાનોમાં ૯૨-૮૮-૮૬૮૦ એમ ચાર ચાર સત્તાસ્થાન સંભવે છે. ફક્ત નરકનાં પાંચ ઉદયસ્થાનોમાં ૮૯ની સત્તા વધારે હોય છે. તેથી ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯ આ પાંચ ઉદયસ્થાનોમાં પાંચ પાંચ (૫ x ૫ = ૨૫) અને ૨૪, ૨૬, ૩૦, ૩૧ આ ચાર ઉદયસ્થાનોમાં નારકી ન હોવાથી ૯૨, ૮૮, ૮૬, ૮૦ એમ ૪ સત્તાસ્થાનક (૪x ૪ = ૧૬) મળીને ઉદય સ્થાન વાર સત્તાસ્થાન ૪૧ થાય છે. ઉદયભાંગાવાર સત્તાસ્થાનક આ પ્રમાણે છે.
૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્યમાં જે જે ઉદયભાંગે જેટલાં જેટલાં સત્તાસ્થાનકો કહ્યાં છે. તે તે સઘળાં સત્તાસ્થાનકો (૩૦૬૨૮) અહીં (પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધ) ઘટે છે. તદુપરાંત આ પર્યાપ્તા મનુષ્યપ્રાયોગ્ય બંધ છે. તેથી બાંધનારા જે દેવો છે તેના ૬૪ ભાંગામાં ૯૨-૮૮ બે બે સત્તા હોય છે અને નારકીના જે પાંચ ભાંગા છે. ત્યાં ૯૨, ૮૮ અને ૮૯ એમ ત્રણ ત્રણ સત્તા ઘટે છે. તે ઉમેરતાં (૩૦૬૨૮ + ૧૨૮ + ૧૫ = ૩૦૭૭૧) કુલ ૩૦૭૭૧ સત્તાસ્થાન મનુષ્યપ્રાયોગ્ય ૨૯ના બંધ થાય છે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગામાંથી ૮ ભાંગે જ આટલાં સત્તાસ્થાનકો ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગામાં ૮૯ વિના ૩૦૭૬૬ સત્તાસ્થાન હોય છે. કારણ કે જિનનામનો બંધ આઠ ભાંગે જ હોય છે. તેથી ૩૦૭૭૧x૮ = ૨૪૬૧૬૮ તથા ૩૦૭૬૬૪૪૬૦૦ = ૧૪,૧૫,૨૩,૬૦૦ સત્તાસ્થાન હોય છે. સર્વે મળીને કુલ ૧૪,૧૭,૬૯,૭૬૮ સત્તાસ્થાન થાય છે.
(૧) મનુષ્યપ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગામાંથી પહેલું સંઘયણ - પહેલું સંસ્થાન, સૌભાગ્ય - આદેય સુસ્વરની સાથે સ્થિર - અસ્થિર - શુભ - અશુભ અને યશ - અયશના જે ૮ બંધભાંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org