________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૩-૩૪
૧૦૫ નરકપ્રાયોગ્ય બંધ હોવાથી વૈક્રિયાષ્ટક અવશ્ય બંધ અને સત્તામાં હોય જ છે. બીજાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીમાં અને કેવલી પરમાત્માને હોય છે. ત્યાં ૨૮નો બંધ નથી. તે માટે શેષ સત્તાસ્થાનો અહીં ઘટતાં નથી. ઉપરોક્ત ચાર જ સત્તાસ્થાન સંભવે છે.
૨૮ના બંધે ૯૨ - ૮૮ની સત્તા તો સ્વાભાવિકપણે હોય છે, તે સહજપણે સમજાય તેમ છે અને પૂર્વે નરકાયુષ્ય બાંધી, ક્ષાયોપથમિક સમ્યકત્વ પામી, જિનનામ બાંધીને નરકાભિમુખ થયેલા મિથ્યાદૃષ્ટિ જીવને ૮૯ની સત્તા પણ હોય છે તથા એકેન્દ્રિયમાં જઈને વૈક્રિય અષ્ટક ઉવેલીને ૮૦ની સત્તાવાળો થયેલો તે જીવ જ્યારે પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યમાં આવે અને સર્વ પર્યાતિએ પર્યાનો થાય ત્યારે કરણપર્યાપ્તાવસ્થામાં ૩૦ - ૩૧ના ઉદયે દેવપ્રાયોગ્ય દેવષર્ક બાંધતાં અથવા નરકપ્રાયોગ્ય નરકષર્ક બાંધતાં ૨૮ના બંધે ૮૬ની સત્તાવાળો પણ હોય છે.
- નરકપ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યો મિથ્યાદૃષ્ટિ હોય તે જ કરે છે. લબ્ધિ અપર્યાપ્તા કે કરણ અપર્યાપ્ત જીવો નરકમાયોગ્ય બંધ કરતા નથી. દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એમ બંને કરે છે. ત્યાં જ મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે તો નિયમા સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા ૩૦ - ૩૧ના ઉદયવાળા હોય તે જ કરે છે. પરંતુ જો સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્યો દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે તો લબ્ધિપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા જીવો ઉત્પત્તિના પ્રથમ સમયથી જ દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરી શકે છે. કારણ કે સમ્યગ્દષ્ટિ તિર્યંચ - મનુષ્યોને અન્ય ગતિપ્રાયોગ્ય બંધ ન હોવાથી દેવ પ્રાયોગ્ય જ બંધ થાય છે. તેથી ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ આદિ ઉદયસ્થાનો દેવપ્રાયોગ્ય બંધમાં ઘટી શકે છે. આ રીતે વિચારતાં દેવ - નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સાથે વિચારીએ ત્યારે ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ આ ૬ ઉદયસ્થાનકમાં ૯૨ - ૮૮ બે બે સત્તા હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો હોવાથી જો જિનનામની સત્તા લઈએ તો જિનનામનો બંધ પણ થાય જેથી બંધ ૨૯નો થઈ જાય માટે ૯૩-૮૯ ની સત્તા ન હોય. તથા આ જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી ઉઠ્ઠલના યોગ્ય ભવોમાંથી આવેલા નથી માટે ૮૦-૮૬ સત્તાસ્થાન પણ સંભવતાં નથી. ૩૦ના ઉદયમાં ૯૨, ૮૮, ૮૯, ૮૬ એમ ૪ સત્તાસ્થાન હોય છે અને ૩૧ના ઉદયે ફક્ત ૯૨, ૮૮, ૮૬ એમ ૩ સત્તાસ્થાન સંભવે છે. કુલ ૬ x ૨ = ૧૨ + ૪ + ૩ = ૧૯ સત્તાસ્થાનક ઉદયસ્થાન પ્રમાણે થાય છે. ઉદયભાંગાવાર વિચાર આ પ્રમાણે છે -
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગા, ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ એમ કુલ ૮ ઉદયસ્થાનક, તેને બાંધનારા સામાન્ય તિર્યંચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org