________________
પાંચમો કર્મગ્રંથ
જ્યારે ઉદયમાં હોય ત્યારે તો સર્વઘાતી રસસ્પર્ધકો ઉદયમાં વર્તતાં હોવાથી સર્વઘાતી છે જ પરંતુ જ્યારે વિપાકોદયમાં આ નિદ્રાપંચક ન વર્તતું હોય ત્યારે પણ તેમાં સર્વઘાતી વિપાકોદય થવાની યોગ્યતા દૂર થઈ નથી સત્તાગતમાં પણ સર્વઘાતીપણાની યોગ્યતા છે. માટે તે સર્વઘાતી છે.
૬૨
(૫) મિથ્યાત્વ મોહનીય અને આદ્ય બાર કષાયો એમ તેર પ્રકૃતિઓ સર્વધાતી છે. તેથી સર્વઘાતી રૂપે જ રસસ્પર્ધકો વિપાકોદયકાળે ઉદયમાં આવે છે અને સ્વ સ્વ આવાર્ય સમ્યક્ત્વ, દેશિવરિત અને સર્વવિરતિ ગુણોનો ઘાત કરે છે. પરંતુ આ તેર પ્રકૃતિઓનાં કર્મદલિકોને સજાતીય એવી પરપ્રકૃતિઓમાં સંક્રમાવીને પરપ્રકૃતિના રૂપે જ્યારે ઉદયમાં લાવે છે કે જેને શાસ્ત્રોમાં પ્રદેશોદય કહેવાય છે. ત્યારે સ્વઆવાર્ય ગુણોની પ્રગટતામાં તે બાધક થતા નથી. પરંતુ પ્રાપ્તગુણોમાં આ પ્રદેશોદય અતિચાર ઉત્પાદક બને છે. જેમ કે મિથ્યાત્વમોહનીયના કર્મપ્રદેશો મિથ્યાત્વમોહનીય રૂપે ઉદયમાં આવે તો સમ્યક્ત્વના ઘાતક બને છે પરંતુ સમ્યક્ત્વ મોહનીય રૂપે થઈને ઉદયમાં આવે તો સમ્યક્ત્વના ઘાતક બનતા નથી. પરંતુ પ્રાપ્ત-સમ્યક્ત્વમાં શંકા-કાંક્ષા આદિ અતિચાર ઉત્પાદક બને છે. આ જ પ્રમાણે અનંતાનુબંધી આદિ પ્રથમની ત્રણ કષાયોની ચોકડી વિપાકોદય રૂપે (પોતાના રૂપે) ઉદયમાં આવે તો અનુક્રમે સમ્યક્ત્વ, દેશિવરતિ અને સર્વવિરતિની ઘાતક બને છે. પરંતુ સજાતીય એવી પરપ્રકૃતિમાં (એટલે કે અનંતાનુબંધી કષાય, શેષ બારમાં, અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનાદિ આઠમાં અને પ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનમાં) સંક્રમાવીને જો ઉદયમાં લાવે તો તે આદ્ય બાર કષાયોનો પ્રદેશોદય હોવાથી આ ચોકડી સ્વ-આવાર્ય ગુણોની ઘાતક બનતી નથી. પરંતુ દોષ ઉત્પાદક બને છે. એટલે રસોદયકાળે ક્ષયોપશમ વિરોધી છે પરંતુ પ્રદેશોદયકાળે ક્ષયોપશમ અવિરોધી છે.
ગાથા : ૧૩-૧૪
(૬) ચાર સંજ્વલન કષાયો અને નવ નોકષાયોનાં રસસ્પર્ધકોને હણી હણીને દેશવાતી રૂપે જ આ જીવ ઉદયમાં લાવે છે. એટલે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org