________________
પાંચમો કર્મગ્રંથ
પરમાણુ, ચણુકાદિ અનંતાણુક સુધીના અનંતા સૂક્ષ્મ સ્કંધો તથા ગ્રહણ-ધારણને અયોગ્ય એવા કેટલાક બાદર સ્કંધો દાન, લાભ, ભોગ અને ઉપભોગ માટે ગ્રહણ-ધારણનો વિષય જ ન હોવાથી દાનાદિ ક્રિયાનો વિષય બનતા નથી તેથી ત્યાં દાનાન્તરાયાદિ કર્મો પ્રતિબંધક
૬૦
સમજવા નહિ. આ રીતે આ ચાર અંતરાય કર્મો સર્વપુદ્ગલાસ્તિકાયના અંશમાત્રને અટકાયત કરનારા હોવાથી દેશઘાતી કહેવાય છે.
ગાથા : ૧૩-૧૪
વીર્યાન્તરાય પણ દેશઘાતી છે. આત્માની શક્તિને સર્વથા હણનાર નથી. અતિશય મંદ ચૈતન્યવાળા સૂક્ષ્મ નિગોદીયા જીવને પણ વીર્યાન્તરાયનો ઉદય હોવા છતાં પોતાના ભવને યોગ્ય આહારગ્રહણ, આહારપરિણમન, પ્રતિસમયે કર્મદલિકગ્રહણ, સાત-આઠ કર્મરૂપે પરિણમન, ગત્યન્તરગમન ઈત્યાદિ વિષયવાળું વીર્ય તો અક્ષત જ રહે છે. આવાં આવાં કાર્યો કરવાવાળો વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ તે નિગોદીયા જીવોને પણ હોય જ છે, તેથી સૂક્ષ્મ નિગોદીયા જીવથી પ્રારંભીને બારમા ગુણસ્થાનક સુધીમાં વર્તતા સર્વે જીવોમાં આ વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ હીનાધિકપણે હોય જ. જો સર્વધાતી હોત તો મિથ્યાત્વાદિ સર્વઘાતી પ્રકૃતિઓના ઉદયકાળે જેમ સમ્યક્ત્વાદિ ગુણ સર્વથા અપ્રગટ જ હોય છે, તેમ વીર્યમાં પણ તેવું થવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. વીર્યાન્તરાયકર્મનો ગમે તેટલો મંદ અથવા તીવ્ર ઉદય હોય તો પણ તેનો ક્ષયોપશમ અંશતઃ તો અવશ્ય હોય જ છે અલ્પવીર્ય તો પ્રગટ રહે જ છે. તેથી તે વીર્યાન્તરાયકર્મ પણ દેશઘાતી છે.
આ ૨૦ સર્વઘાતી અને ૨૫ દેશઘાતી એમ ૪૫ પ્રકૃતિઓ જ્યારે બંધાય છે ત્યારે ૨૩૪૪ ઠાણીયા રસવાળી અને સર્વઘાતી રસે જ બંધાય છે. કારણ કે નવમા ગુણસ્થાનકના સંખ્યાતા બહુ ભાગ કાળ સુધી સર્વઘાતી રસ જ બંધાય છે. ત્યારબાદ ત્યાં બંધાતી દેશઘાતી ૧૭ પ્રકૃતિઓનો રસ દેશઘાતી અને એકસ્થાનિક બંધાય છે. પરંતુ ઉદયકાળે ચિત્ર-વિચિત્ર સ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org