________________
પ૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૩-૧૪
પ્રશ્ન - અનંતાનુબંધી કષાયો જો સમ્યકત્વગુણનો ઘાત કરે છે તો તેને દર્શનમોહનીયના ભેદમાં કહેવા જોઈએ ચારિત્રમોહનીયમાં કેમ ગણ્યા હશે? જેમ મિથ્યાત્વમોહનીયકર્મ સમ્યકત્વનું ઘાતક છે માટે દર્શનમોહનીય કહેવાય છે તેમ અનંતાનુબંધી પણ જો સમ્યત્વના ઘાતક હોય તો દર્શનમોહનીયની અંદર ગણવા જોઈએ અને જો તે ચારિત્રમોહનીયન ભેદ હોય તો સમ્યકત્વને શા માટે હણે ? સભ્યત્ત્વના ઘાતક કેમ કહેવાય?
ઉત્તર - પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. શ્રી કૃત સમ્યકત્વસતિકામાં અને પૂજ્ય ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત સમક્તિની સડસઠ બોલની સક્ઝાયમાં કહેલા સમ્યગ્દષ્ટિ આત્માના ૬૭ ગુણોવાળું જે આચરણ અર્થાત્ સદાચાર, તેને પણ ચારિત્ર કહેવાય છે. જો કે આ સદાચાર રૂપ ચારિત્ર દેશવિરતિ અને સર્વવિરતિની જેમ વિરમણરૂપ ન હોવાથી વિરતિ કહેવાતી નથી પરંતુ અવિરતિ કહેવાય છે. તો પણ મિથ્યાષ્ટિ આત્માના દુરાચારોની અપેક્ષાએ આ સદાચારી જીવન પણ ગુણોયુક્ત આચરણ હોવાથી સદાચાર રૂપ ચારિત્ર કહેવાય છે. તેવા સદાચાર રૂપ ચારિત્રનો અનંતાનુબંધી કષાય ઘાત કરે છે માટે વાસ્તવિકપણે (પારમાર્થિકપણે) તે અવશ્ય ચારિત્રમોહનીય જ છે. દર્શનમોહનીય નથી. પરંતુ આવા સદાચારનો ઘાત કરાયે છતે તે સદાચાર જે સમ્યકત્વગુણથી આવનાર છે. તે સમ્યકત્વગુણનો પણ પરંપરાએ ઘાત થાય છે. એટલે સમ્યકત્વનો નાશક વસ્તુતઃ જો કે મિથ્યાત્વ જ છે અને સદાચારનો નાશક અનંતાનુબંધી છે. પરંતુ અનંતાનુબંધીથી સદાચાર હણાયે છતે પરંપરાએ સમ્યકત્વ ગુણ પણ હણાય જ છે. આ રીતે સમ્યકત્વગુણના પારમાર્થિકપણે ઘાતક એવા મિથ્યાત્વમોહનીયનો આ અનંતાનુબંધી કષાય સહચારી - સહાયક - ગાઢ મિત્ર છે તેથી ઉપચાર આ અનંતાનુબંધીને સમ્યકત્વનો ઘાતક પણ કહ્યો છે. સારાંશ કે આ અનંતાનુબંધી પરમાર્થે ચારિત્રનો ઘાતક હોવાથી ચારિત્રમોહનીયનો ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org