SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૨ પાંચમો કર્મગ્રંથ ૪૫ તે જીવોને અનંતાનુબંધી અવશ્ય સત્તામાં હોય જ છે. માટે ત્રીજે વૈકલ્પિક સત્તા સિદ્ધ થઈ. અને ચોથાથી અગિયારમા સુધી ૨૮ યુક્ત ઉપશમવાળાને સત્તા હોય, ક્ષાયિકવાળાને ન હોય, અને ક્ષયોપશમવાળાને ૪થી૭ સુધીમાં ૨૮ની સત્તાકાળે હોય, પરંતુ ૨૪-૨૩-૨૨ની સત્તાકાળે ન હોય આ રીતે ચોથાથી અગિયારમા સુધી વૈકલ્પિક સત્તા જાણવી. આ કર્મગ્રંથનો મત છે. પરંતુ કર્મપ્રકૃતિકારના મતે ૪થી૭ સુધી જ અનંતાનુબંધીની વૈકલ્પિક સત્તા સમજવી. કારણ કે આઠથી અગિયારમામાં નિયમા અસત્તા જ હોય છે. કમ્મપયડીમાં પૂજ્ય શ્રી શિવશર્મસૂરિજી મ. ઉપશમિત અનંતાનુબંધીવાળાને ઉપશમશ્રેણિ થતી નથી પરંતુ વિસંયોજિત અનંતાનુબંધીવાળાને જ ઉપશમ શ્રેણી થાય છે. એમ માને છે. તેથી ૮ થી ૧૧માં અનંતાનુબંધીની સત્તા સંભવતી જ નથી. કર્મપ્રકૃતિમાં કહ્યું છે કેबिइय तइएसु मीसं, नियमा ठाणणवर्गमि भयणिज्जं । રસંગોયા ૩ થિ, ટુ, પંચમું હુંતિ ભરૂચવ્યું છે સત્તાધિકાર-પ || કમ્મપયડીની આ ગાથાનો અર્થ એવો છે કે બીજા-ત્રીજા ગુણઠાણે મિશ્રમોહનીય નિયમાં સત્તામાં હોય છે. પરંતુ શેષ નવ ગુણસ્થાનકોમાં ભજના જાણવી. તથા અનંતાનુબંધી ચાર કષાય પ્રથમનાં બે ગુણસ્થાનકમાં નિયમા સત્તામાં હોય છે. પરંતુ શેષ પાંચ ગુણસ્થાનકોમાં ભજના જાણવી. આ પ્રમાણે મિશ્રમોહનીય અને અનંતાનુબંધીની અધ્રુવસત્તા આ ગાળામાં સમજાવી. ૧૧ હવે આહારકસતક અને જિનનામકર્મની અધુવસત્તા સમજાવે છે आहारगसत्तगं वा सव्वगुणे बितिगुणे विणा तित्थं । नोभयसंते मिच्छो, अंतमुहत्तं भवे तित्थे ॥१२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy