________________
ગાથા : ૭
પાંચમો કર્મગ્રંથ
આહારકશરીર અને આહારક અંગોપાંગ ચૌદ પૂર્વધર મહાત્માઓને જ છટ્ટે ગુણઠાણે ઉદયમાં હોય છે. પરંતુ છઠ્ઠા ગુણઠાણાવાળા સર્વે મુનિઓને ઉદયમાં હોતું નથી.
તીર્થંકર નામકર્મ કેવલીભગવંતોને ઉદયમાં કહ્યું છે પરંતુ સર્વ કેવલીભગવંતોને ઉદયમાં હોતું નથી.
પરાઘાત અને ઉચ્છવાસનો ઉદય પર્યાપ્ત નામકર્મની સાથે જ આવે છે શેષ કાળે આ બે કર્મ ઉદયમાં આવતાં નથી.
આપનો ઉદય પહેલા ગુણઠાણે કહ્યું હોવા છતાં પણ સૂર્યના વિમાનગત બાદરપર્યાપ્ત પૃથ્વીકાય જીવોને જ હોય છે. શેષ મિથ્યાદૃષ્ટિ જીવોને ઉદય હોતો નથી.
- ઉદ્યોતનો ઉદય પાંચમા ગુણઠાણા સુધી કહ્યો છે, પરંતુ ચંદ્રાદિ વિમાનગત રત્નોને તથા શીતળ પ્રકાશયુક્ત શરીરવાળા પૃથ્વીકાય, અખાય, વનસ્પતિકાય, વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચને જ હોય છે બીજા જીવોને તે ગુણસ્થાનકો હોવા છતાં ઉદય નથી.
આ પ્રમાણે આ સાતનો ઉદય ક્વચિત્ છે, ક્વચિત્ નથી. અને બાકીની બાસઠ જે અધુવબંધી છે તે ઉદયમાં પણ પ્રતિપક્ષી હોવાથી એક ઉદયમાં હોય ત્યારે બીજી ઉદયમાં સંભવતી નથી અને બીજી ઉદયમાં આવે તો પ્રથમની ઉદયમાં સંભવતી નથી એમ ૭૬૨=૬૯ જે અધુવબંધી છે તે અધુવોદયી છે એમ પણ જાણવું
સોળકષાય અને ભય-જુગુપ્સા એમ ૧૮ મોહનીયકર્મની પ્રકૃતિઓ બંધમાં જે જે ગુણસ્થાનક સુધી કહી છે તે તે ગુણઠાણા સુધી સતત બંધાય છે. માટે ધ્રુવબંધી છે પરંતુ ઉદયમાં ક્રોધ હોય ત્યારે માનાદિ ત્રણ ન હોય, અને માનનો ઉદય હોય ત્યારે ક્રોધ, માયા, લોભનો ઉદય ન હોય એમ પ્રતિપક્ષિતાના કારણે કોઈપણ એક જ કષાયનો ઉદય હોવાથી બધા કષાયોનો સતત ઉદય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org