________________
૪૭૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
ઉપાજ્ય સમયે અનુદયવતી ૭૨ પ્રકૃતિઓનો સત્તામાંથી સ્વરૂપે (પોતાના રૂપે) ક્ષય કરે છે. અને અન્યસમયે ૧ વેદનીય, મનુષ્યત્રિક, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, સુભગ, આદેય, યશકીર્તિ-પર્યાપ્તબાદર-જિનનામ અને ઉચ્ચગોત્ર એમ ૧૩ પ્રકૃતિઓની સત્તાનો ક્ષય કરીને જીવ સર્વથા કર્મરહિત થાય છે. આ બીજા કર્મગ્રંથકારના આશય પ્રમાણે ઉપાજ્ય સમયે ૭ર અને ચરમ સમયે ૧૩ની સત્તાનો વ્યવચ્છેદ લખ્યો છે. પરંતુ વિચારણા કરતાં મનુષ્યાનુપૂર્વીની સત્તા (અનુદયવતી હોવાથી) ઉપાજ્યસમયે જવી જોઈએ. તે આશય પ્રમાણે ઉપાજ્ય સમયે ૭૩ અને ચરમસમયે ૧૨ની સત્તાનો વ્યવચ્છેદ સંભવે છે. અથવા ઉપાજ્ય સમયે અનુદયવતી ૭૩ની સત્તાનો ક્ષય થાય છે. અને ચરમ સમયે કોઈને સાતા અને કોઈને અસાતા હોવાથી ભિન્નભિન્ન જીવ આશ્રયી સત્તામાં બન્ને જો ગણીએ તો ૧૩ ની સત્તાનો આંક સંગત થાય છે પરંતુ આ સમાધાનથી સંતોષ થાય તેમ નથી. માટે તત્ત્વ શ્રીકેવલિગમ્ય જાણવું.
પ્રશ્ન - સર્વથા કર્મરહિત બનેલો શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એવો આ આત્મા અશરીરી થયો છતો ક્યાં જાય છે? કેવી રીતે જાય છે? શું કરે છે? અને તેનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર-સર્વથા કર્મરહિત અને યોગરહિત થયેલા તે કેવલી પરમાત્મા મનુષ્યલોકથી સાત રાજ ઊંચા એવા ઊર્ધ્વલોકના અત્તે જઈને સિદ્ધશિલાથી ઉપર ૧ યોજનના અન્તિમભાગમાં લોકના છેડે અને અલોકને અડીને રહે છે. જેમ અજીવનો નીચે જવાનો સહજસ્વભાવ છે. તેમ (કર્મરહિત) એવા જીવનો ઉપર જવાનો પણ સહજ સ્વભાવ છે. તેથી ઉપર જાય છે. અલોકમાં ધર્માસ્તિકાયાદિ ન હોવાથી લોકાગ્રે જઈને સ્થિર રહે છે. પરંતુ અલોકાકાશમાં જતા નથી. તથા અશરીરી થયેલા તે ભગવંતોની ઊર્ધ્વલોકમાં સાતરાજ સુધી ગતિ થવામાં જૈનશાસ્ત્રોની અંદર ૪ કારણો બતાવ્યાં છે. (જુઓ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ૧૦-૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org