________________
૪૭૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
ત્યાં સુધી સતત બંધાયેલાં અને બંધાતાં જ છે તથા ઓછામાં ઓછાં પણ અંતઃકોડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિવાળાં તે કર્મો બંધાયેલાં છે. માટે બહુધા અધિક જ હોય છે. સ્થિતિઘાતાદિથી ઘણાં તુટી ગયાં હોય તો ક્વચિત્ સમાન હોય છે. પરંતુ આયુષ્યથી હીન તો કદાપિ હોતાં નથી.
કેવલી સમુદ્ધાતની પ્રક્રિયા આ પ્રમાણે છે કે એક લોકાકાશના જેટલા આકાશપ્રદેશો છે. તેટલા આત્મપ્રદેશોવાળો આ આત્મા છે. અર્થાત એક આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે. જે દીપકના પ્રકાશની જેમ સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. કેવલી ભગવાન શરીરમાં રહેલા આત્માનો શરીરની જાડાઈ અને પહોળાઈ પ્રમાણે જ આત્મપ્રદેશોનો તેવા પ્રકારના આકારવાળો ચૌદ રાજલોક ઉંચો જાણે લાકડીનો દાંડો હોય તેવો દંડ બનાવે છે. પ્રથમ સમયે માત્ર આત્મપ્રદેશોની જ આ ઢંખ્તાિરે આકૃતિ રચે છે. બીજા સમયે દંડાકૃતિમાંથી પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ તે જ આત્મપ્રદેશોની લોકાન્ત સુધી બે કપાટ (કમાડ) જેવી આકૃતિ બનાવે છે. તેને પટિવૃતિ કહેવાય છે. ત્રીજા સમયે બાકીની બે દિશાનું તેવું જ કપાટ બનાવીને ચારે દિશાનાં ચાર પાંખડાં બનાવવા રૂપે રવૈયાના જેવા આકારવાળી મન્થાનકૃિતિ બનાવે છે. ચોથા સમયે ચારે પ્રકારના પાંખડાની વચ્ચેના ખુણાઓમાં આત્મપ્રદેશો લંબાવવાથી અંતરાની પૂર્તિ કરીને આ આત્મા ચોથા સમયે સમસ્તલોકવ્યાપી બને છે. ચોથા સમયે લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં આત્માનો એક એક આત્મપ્રદેશ વ્યાપેલો હોય છે. ત્યારબાદ પાંચમા સમયે આંતરામાંથી આત્મપ્રદેશો પાછા ખેંચી લે છેઆ રીતે માતરીનું સંરગ કરે છે. છઠ્ઠા સમયે મન્થાન રૂપે બનેલી ચારે દિશાઓમાંથી કોઈપણ બે દિશાઓમાંથી આત્મપ્રદેશો ખેંચી લે છે. એટલે મંથાન સંદરણ કરે છે એ જ રીતે સાતમા સમયે પટિસંદરા અને આઠમા સમયે દંડસંદરણ કરે છે અને મૂલ અવસ્થા રૂપે તે આત્મા શરીરસ્થ બને છે. આ પ્રમાણે કેવલી સમુઘાત આઠ સમયના કાલપ્રમાણ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org