________________
૪૬૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
નિદ્રાદ્ધિકને સ્વરૂપસત્તાને આશ્રયી એક સમય ન્યૂન કરે છે. અને કર્મત્વને આશ્રમી બારમાના કાલપ્રમાણ કરે છે. આ રીતે સ્થિતિ કરે છે ત્યારથી ઉપરોક્ત ૧૬ પ્રકૃતિના સ્થિતિઘાતાદિ હવે પ્રવર્તતા નથી. ફક્ત ઉદય અને ઉદીરણા માત્ર જ પ્રવર્તે છે તેના વડે વેદી વેદીને નિર્જરા કરતો કરતો આ જીવ બારમાં ગુણસ્થાનકમાં આગળ વધે છે. તે યાવત્ બારમા ગુણસ્થાનકનો એક સમય અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યાં સુધી જાય છે. તે જ સમયે નિદ્રાદ્ધિકની ઉદીરણા અટકે છે. ત્યાર પછીના સમયે શેષ ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા અટકે છે. છેલ્લી એક આવલિકામાં આ ૧૬ પ્રકૃતિઓનો માત્ર ઉદય જ પ્રવર્તે છે. એમ કરતાં કરતાં બારમા ગુણસ્થાનકનો ઉપાસ્ય સમય આવે ત્યારે નિદ્રાદ્ધિકનો ઉદય તથા સ્વરૂપે (પોતાના રૂપે) સત્તા વિચ્છેદ પામે છે અને ચરમ સમયે શેષ ૧૪ ઘાતી કર્મોનો ઉદય તથા સત્તા સર્વથા વિચ્છેદ પામે છે અને તે જ સમયે બારમું ગુણસ્થાનક, ધર્મધ્યાન અથવા પ્રથમના બે પાયાવાળું શુક્લધ્યાન, ઘાતી કર્મોનો ઉદય અને સત્તા આ સર્વે વસ્તુઓની સમાપ્તિ થાય છે.
આ રીતે ચારે ઘાતકર્મોનો ક્ષય થવાથી જીવ સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. તે જ સમયે કેવળજ્ઞાન, કેવળદર્શન, દાનાદિ પાંચલબ્ધિ વગેરે સાયિક ભાવના ગુણો જીવને પ્રાપ્ત થાય છે. તથા તે જ સમયે તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. “સયોગી કેવલી” એવું તેરમાં ગુણસ્થાનકનું નામ છે. કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયેલું હોવાથી કેવલી કહેવાય છે અને મન વચન કાયાના યોગો હોવાથી સયોગી કહેવાય છે. આ મહાત્માને પ્રામાનુગ્રામ વિહાર આહાર અને નિહારાદિ કરવામાં કાયયોગ, દેશના આપવામાં વાંચનયોગ અને અનુત્તરવાસી દેવો વગેરે વડે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપવામાં (દ્રવ્ય મનના વ્યાપારરૂપ) મનયોગ હોય છે. તત્ત્વના ચિંતન-મનન કરવા રૂપ ભાવમન તેઓને હોતું નથી. સંપૂર્ણ જ્ઞાન, દર્શન હોવાથી ઉહાપોહ કરવાનો નથી. માટે ભાવમન નથી. ફક્ત મનોવર્ગણાને ગ્રહણ કરી મનપણે પરિણાવી પ્રશ્નના ઉત્તર રૂપે ગોઠવવા સ્વરૂપ દ્રવ્યમાન માત્ર જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org