________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૬૩
આવલિકા પ્રમાણ કર્મદલિક ગુણસંક્રમવડે અને અન્તિમસમયે સર્વસંક્રમ વડે લોભમાં સંક્રમાવીને તેટલા જ કાળે માયાને નિઃસત્તાક કરે.
સંજવલન માયાના બંધ, ઉદય, ઉદીરણાનો વિચ્છેદ થયા બાદ સં.લોભની પ્રથમકિટ્ટિને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરીને વેદીને નિર્જરે યાવત્ સમયાધિક એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ક્ષય કરે. ત્યારબાદ સં. લોભની બીજી સ્થિતિમાં રહેલી બીજી કિટ્ટિને આકર્ષીને પ્રથમસ્થિતિ રૂપે કરીને વેદીને ક્ષય કરતો હોય ત્યારે તે કાળમાં રહેલો તે જ જીવ સં. લોભની બીજીસ્થિતિમાં રહેલી છે ત્રીજી કિટ્ટી અલ્પબાદરતર છે તેમાંથી કેટલીક કિટ્ટીઓને સૂક્ષ્મ સૂક્ષ્મ કિટ્ટી રૂપે કરે. આ રીતે લોભની બીજી કિટ્ટીના વેદનકાળે જ ત્રીજી કિટ્ટીને સૂક્ષ્મકિટ્ટી રૂપે કરે છે. એમ કરતાં કરતાં અંતર્મુહૂર્તકાળે જ્યારે બીજીકિટ્ટી સમયાધિક આવલિકા માત્ર બાકી રહે છે. ત્યાં સુધી કરે છે. તથા તે જ સમયે સંવલન લોભનો બંધ, બાદર લોભનો ઉદય અને ઉદીરણા વિરામ પામે છે. તે જ સમયે નવમા ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે.
હવે તે જીવ સંજ્વલન લોભની બીજીસ્થિતિમાં રહેલી ત્રીજી કિટ્ટિગત કર્મદલિક કે જે સૂક્ષ્મકિટ્ટી રૂપે કરાયેલું છે તેને આકર્ષીને પ્રથમસ્થિતિ રૂપી કરે અને ઉદયથી વેદીને નિર્જરે. આ કાળે સૂક્ષ્મકિટ્ટીઓનો ઉદય હોવાથી આ જીવ સૂક્ષ્મસંપરાય (દશમા ગુણસ્થાનક) વાળો કહેવાય છે. સૂકિઓિને વેદતો આ જીવ સંલોભનું બીજી કિટ્ટિનું વધેલું એક આવલિકાનું કર્મદલિક ઉદિત એવી સૂક્ષ્મકિઠ્ઠિઓમાં સંક્રમાવે છે. જો કે આ બાદર કિટ્ટિ અને સૂક્ષ્મકિટ્ટિ એમ બન્ને સં.લોભ જ હોવાથી સંક્રમ કર્યો એમ ન પણ કહેવાય. પરંતુ બાદર અને સૂક્ષ્મ રૂપે ભિન્ન હોવાથી
સંક્રમ થયો” એમ વિવક્ષા માત્ર કરી છે. હકીકતથી જે બાદર કિઠ્ઠિઓ છે. તેને સૂક્ષ્મકિઠ્ઠિઓમાં અંતર્ગત કરીને વેદીને તેટલા જ કાળે નિર્જરે છે. તથા નવમાં ગુણસ્થાનકના એક સમયનૂન બે આવલિકા પ્રમાણ અન્તિમકાળમાં બાંધેલું સં. બાદર લોભનું બીજીસ્થિતિમાં રહેલું કર્મદલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org