________________
૪૫૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
તથા સ્ત્રીવેદે જો શ્રેણી પ્રારંભી હોય તો પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરી ત્યારબાદ અન્તર્મુહૂર્ત સ્ત્રીવેદનો ક્ષય કરે છે. અને તે જ સમયે પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. અને ત્યારબાદ અવેદક થયેલો એવો તે જીવ હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે સત્તામાંથી ક્ષય કરે છે. આ રીતે સ્ત્રીવેદે શ્રેણી પ્રારંભકને પાંચના બંધ ર૧-૧૩-૧૨ અને ચારના બંધે ૧૧-૪ની સત્તા આવે છે. (જુઓ છઠ્ઠા કર્મગ્રંથની ટીકા)
સંક્ષેપમાં ચિત્ર આ પ્રમાણે છે. પ્રારંભિક | પાંચના બંધકાળ | ચારના બંધકાળે ૧. નપુંસકવેદી
૨૧-૧૩
૧૧-૪ ૨. સ્ત્રીવેદી ૨૧-૧૩--૧૨
૧૧-૪ | ૩. પુરુષવેદી ! ર૧-૧૩-૧૨-૧૧
પ-૪
જુદા જુદા વેદોદયે શ્રેણીનો પ્રારંભ કરનારા જીવોને આશ્રયી નવ નોકષાયનો જુદી જુદી રીતે ક્ષય કરવાની પ્રક્રિયા સમજાવીને હવે શેષ રહેલા ચાર સંજ્વલન કષાયના ક્ષયની પ્રક્રિયા સમજાવે છે.
સંજ્વલન ચાર કષાયોની પ્રથમ સ્થિતિ તથા અંતરકરણ ગત દલિકના ક્ષયની વિધિ પૂર્વોક્ત નીતિ-રીતિ મુજબ સમજવી. ઉદયવાળા એક કષાયની પ્રથમ સ્થિતિ વિપાકોદય દ્વારા અને બાકીના ત્રણ કષાયોની પ્રથમ સ્થિતિ જે આવલિકા પ્રમાણ હોય છે તે તિબૂકસંક્રમ દ્વારા ઉદયવતીમાં પ્રક્ષેપવા દ્વારા ક્ષય કરે છે. અંતરકરણની સ્થિતિમાં રહેલું દલિક જેનો બંધ ઉદય બને છે તેનું બન્ને સ્થિતિમાં, અને જેનો કેવળ બંધ જ છે. પરંતુ ઉદય નથી તેનું બીજી સ્થિતિમાં, જેનો કેવળ ઉદય જ છે. તેનું પ્રથમ સ્થિતિમાં નાખીને અને જેનો બંધોદય નથી તેનું અન્યમાં સંક્રમાવીને ક્ષય કરે છે ઇત્યાદિ વિધિ જાણવી. હવે ચારે કષાયોની બીજી સ્થિતિના ક્ષયની પ્રક્રિયા ખાસ સમજવા જેવી છે. તે સમજાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org