________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
૪૪૫
પ્રમાણે કુલ નવ નોકષાય સર્વથા ઉપશાન્ત થાય છે. પુરુષવેદ ઉપશાન્ત થયે છતે કુલ ૧૬ પ્રકૃતિઓ (૭+૯=૧૬) ઉપશાન્ત થયેલી થાય છે.
૧૨ કષાયોની ઉપશમનાની વિધિ
જ્યારે હાસ્યાદિષક ઉપશાન્ત થાય છે અને પુરુષવેદની પ્રથમસ્થિતિ ક્ષીણ થાય છે. ત્યારથી માંડીને અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ત્રણ પ્રકારના ક્રોધની દ્વિતીયસ્થિતિનો ઉપશમ ચાલુ કરે છે. અંતર્મુહૂર્ત કાલે પ્રથમના બે ક્રોધ ઉપશાન્ત થઈ જાય છે. પરંતુ સંજવલન ક્રોધનો બંધ ચાલુ હોવાથી તે કાળે તે ઉપશાન્ત થઈ જતો નથી. છતાં જ્યારે બે ક્રોધનો ઉપશમ થાય છે. ત્યારે સક્રિોધનાં બંધ, ઉદય અને ઉદીરણા અવશ્ય વિચ્છેદ પામે છે. અને અન્તિમકાળની છેલ્લી બે આવલિકાઓમાં બંધાયેલાં સંક્રોધનાં દલિકો બાકી રહે છે. તેને એક સમયનૂન બે આવલિકાકાળમાં સર્વથા ઉપશાન્ત કરે છે.
આ જ ક્રમ પ્રમાણે ત્યારબાદ એક અંતર્મુહૂર્તકાળે બે માનનો ઉપશમ થાય છે. તે જ વખતે સં. માનના બંધ, ઉદય અને ઉદીરણા વિચ્છેદ પામે છે અને ત્યારબાદ એક સમયનૂન બે આવલિકા કાળે સં.માન પણ ઉપશાન્ત થાય છે. બે માનનો ઉપશમ થાય ત્યારથી જ ત્રણ માયાનો ઉપશમ ચાલુ કરે છે. પરંતુ અંતર્મુહૂર્ત કાળ ગયે છતે બે માયા ઉપશાન્ત થાય છે. તે જ સમયે સં. માયાના બંધ ઉદય અને ઉદીરણાનો અંત થાય છે અને એક સમયગૂન બે આવલિકા કાળે ત્રીજી સં. માયા પણ ઉપશાન્ત થાય છે. અહીં આગાલ, ઉદીરણા અને ઉદય ક્યારે વિરામ પામે ? ઇત્યાદિ ઘણો અધિકાર છે. પરંતુ ગ્રન્થ ગૌરવના ભયથી લખેલ નથી.
બે માયા જ્યારે સર્વથા ઉપશાન્ત થઇ જાય છે. ત્યારથી જ ત્રણ લોભનો ઉપશમ કરવાની શરૂઆત કરે છે. પરંતુ અંતર્મુહૂર્તકાળે બે લોભનો ઉપશમ થાય છે. સં. લોભનો બંધ ચાલુ હોવાથી તે બે લોભની સાથે સં.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org