________________
પાંચમો કર્મગ્રંથ
(અહીં કેટલાક આચાર્યો અનંતાનુબંધીની ઉપશમનાને બદલે વિસંયોજના માને છે. અનંતાનુબંધી કષાયની વિસંયોજના ચારે ગતિના જીવો ૪ થી ૭ ગુણસ્થાનકો પૈકી યથાયોગ્ય ગુણસ્થાનકોમાં વર્તતા જીવો કરે છે. વિસંયોજના એટલે અનંતાનુબંધી કષાયનો સર્વથા નાશ કરવો. પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વનો નાશ ન કરવો તે વિસંયોજના કહેવાય છે. આ વિસંયોજના કરનારો જીવ પણ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ તો કરે જ છે. પરંતુ અંતરકરણ અને ઉપશમના કરતો નથી. સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો તો કરે જ છે. માત્ર એક આવલિકા રાખીને નિરવશેષ અનંતાનુબંધીનો નાશ કરે છે. અને આ રાખેલી આવલિકા સ્તિબૂક સંક્રમથી વેદ્યમાન સંજ્વલનાદિમાં સંક્રમાવે છે. આ રીતે કમ્મપયડિકાર આચાર્ય શ્રી શિવશર્મસૂરિજી મ.સા. આદિ મહાત્માઓ અનંતાનુબંધી કષાયની વિસંયોજના માને છે.)
ગાથા : ૯૮
અનંતાનુબંધી ચાર કષાયની વિસંયોજના અથવા ઉપશમના ચાર થી સાત ગુણસ્થાનકોમાં વર્તતા જીવો કરે છે પરંતુ દર્શનત્રિકની ઉપશમના તો છઃ-સાતમે જ થાય છે. દર્શનત્રિકમાં જે મિથ્યાત્વમોહનીયકર્મ છે તેની ઉપશમના તો અનાદિમિથ્યાદષ્ટિ જીવને અશ્રેણિગત ઉપશમ પામતાં પણ થાય છે. (જેનું વર્ણન બીજા કર્મગ્રંથમાં છે) તથા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવને પણ છટ્ટે-સાતમે શ્રેણી પ્રારંભતાં થાય છે. પરંતુ મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની ઉપશમના તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને જ થાય છે. મિથ્યાત્વીને થતી નથી. કારણ કે તે કાળે તે મિથ્યાત્વી જીવને આ બે દર્શન મોહનીય સત્તામાં જ નથી. અને આ બે મોહનીયની ઉપશમના પણ ઉપશમ શ્રેણી માંડતી વખતે જ થાય છે. અને તે પણ છઠ્ઠ-સાતમે જ થાય છે.
૪૩૭
છઠ્ઠ-સાતમે ગુણસ્થાનકે વર્તતો ક્ષાયોપમિક સમ્યગ્દષ્ટિ જીવ દર્શન મોહનીયત્રિકની ઉપશમના કરવા માટે સૌથી પ્રથમ ત્રણ કરણ કરે છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા પ્રમાણે તથા કમ્મપયડિ આદિ ગ્રંથોમાં કહ્યા પ્રમાણે જાણવું. યથાપ્રવૃત્તકરણ કરીને અપૂર્વકરણ કરતો જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org