________________
ગાથા : ૯૪
પાંચમો કર્મગ્રંથ
૪૦૯
છ કર્મોનો, સમુન્નોસી=અનુત્કૃષ્ટ પ્રદેશબંધ, ૩ ચાર પ્રકારનો છે. કુદ = બે પ્રકારે, પ=બાકીમાં, સવ્વસ્થ=સર્વ ઠેકાણે ૧ ૯૪
ગાથાર્થ - દર્શનાવરણીય છે, ભય, જુગુપ્સા, બીજ, ત્રીજો, ચોથો કષાય, પાંચ અંતરાય અને પાંચ જ્ઞાનાવરણીય એમ ૩૦ ઉત્તરપ્રકૃતિનો અને મૂલ છ કર્મોનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. અને બાકીની બધી પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટબંધ, અને સર્વે પ્રકૃતિઓના બાકીના બંધો એમ બધું બે પ્રકારે હોય છે. જે ૯૪ ૫
વિવેચન - સર્વથી વધારેમાં વધારે અર્થાત્ અતિશય ઘણા કર્મકંધોને ગ્રહણ કરવા તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ, તેનાથી ન્યૂન, ન્યૂનતર, ન્યૂનતમ યાવત્ સર્વથી જઘન્ય કર્મસ્કંધોને ગ્રહણ કરવા તે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવાય છે એમ બે પ્રકારમાં બધી જાતના પ્રદેશબંધ આવી જાય છે. એવી જ રીતે સર્વથી અલ્પમાં અલ્પ પ્રદેશગ્રહણ થાય તે જઘન્ય, તેનાથી અધિક અધિક યાવત્ ઉત્કૃષ્ટ સુધીના પ્રદેશોનું ગ્રહણ થાય તે અજઘન્ય, આ બે પ્રકારમાં પણ બધી જાતના પ્રદેશબંધ આવી જાય છે. એમ ઉત્કૃષ્ટાદિ ચાર ભેદો થાય છે. તેના કાળને આશ્રયી સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એવા ચાર ભેદોમાંથી યથાયોગ્ય ભેદો થાય છે. તેની વિચારણા આ પ્રમાણે છે.
૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી સર્વે જીવોને અનાદિ કાળથી સદા બંધાય છે. અને અભવ્ય જીવોને ભવિષ્યમાં પણ અનંતકાળ બંધાશે, પરંતુ ભવ્ય જીવોને ભવિષ્યમાં તે ૪૭ પ્રકૃતિના બંધનો ઉપરના ગુણસ્થાનકોમાં ચઢતાં અંત આવશે. આ વાતને ધ્યાનમાં રાખીને જણાવે છે કે ૪૭ ધ્રુવબંધી પ્રવૃતિઓમાં મિથ્યાત્વમોહનીય, ચાર અનંતાનુબંધી કષાય, થીણદ્વિત્રિક અને નામકર્મની ૯ ધ્રુવબંધી એમ કુલ ૧૭ પ્રકૃતિઓ એવી છે કે જેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાષ્ટિ જીવ કરે છે. કારણ કે મિથ્યાત્વ મોહનીય તો પહેલે ગુણઠાણે જ બંધાય છે. આગળના ગુણસ્થાનકોમાં બંધાતી જ નથી. અનંતાનુબંધી ચાર અને થીણદ્વિત્રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org