________________
૪૦૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૩
સ્વામી તરીકે કહ્યા નથી. માત્ર અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જ સ્વામી તરીકે કહ્યા છે. તે પણ જ્યારે અષ્ટવિધબંધક હોય ત્યારે વધારે ભાગો પડવાથી જઘન્ય પ્રદે શબંધ થઈ શકે છે. માટે અષ્ટવિધ બંધક જીવો સ્વામી લેવા. પરાવર્તમાનયોગવાળો જીવ હોય તો જઘન્યયોગવાળો થઈ શકે કારણ કે કોઈ પણ એક યોગમાં સ્થિર હોય તો તીવ્ર ચેષ્ટા વાળો હોવાથી જઘન્યયોગી ન બને. પરંતુ યોગમાં જલ્દી જલ્દી ફેરબદલી કરતો હોય તો જઘન્યયોગી થાય તેથી તેવા પરાવર્તમાન યોગવાળા જઘન્યયોગી જીવ સ્વામી લેવા. પર્યાપ્તા જીવો સ્વપ્રાયોગ્ય જઘન્યયોગસ્થાનકોમાં વધુમાં વધુ ચાર સમય માત્ર વર્તે છે. તેથી ૧ થી ૪ સમયસુધી પરાવર્તમાન યોગે જઘન્યયોગવાળો અસંજ્ઞા પંચેન્દ્રિય પર્યાપ્યો જીવ નરકત્રિક અને દેવાયુષ્યના સ્વામી જાણવો.
સુરકિવૈશ્વિહિનામ = આ પાંચ પ્રકૃતિઓના જ... બંધના સ્વામી સંજ્ઞી પંચેન્દ્રિય, લબ્ધિપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત ભવના આદ્ય સમયવર્તી સમ્યગ્દષ્ટિ જીવ સ્વામી જાણવા. તે પાંચ પ્રકૃતિઓમાં દેવદ્ધિક અને વૈક્રિયદ્વિકના સ્વામી ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તતા અને દેવપ્રાયોગ્ય જિનનામ સહિત ૨૯ પ્રકૃતિ બાંધતા મનુષ્ય જ માત્ર સ્વામી જાણવા અને જિનનામકર્મના મનુષ્યપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધતા દેવભવના આદ્યસમયવર્તી સમ્યગ્દષ્ટિદેવો જ માત્ર સ્વામી જાણવા.
દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને સંજ્ઞી કરણપર્યાપ્તા, સંજ્ઞી કરણ અપર્યાપ્તા અને અસંજ્ઞી કરણ પર્યાપ્તા એમ ત્રણ પ્રકારના જીવો બાંધે છે. શેષ જીવો બાંધતા નથી, ત્યાં સંજ્ઞીપર્યાપ્તા અને અસંજ્ઞીપર્યાપ્તા જીવો કરતાં સંજ્ઞી અપર્યાપ્તામાં ભવના આદ્યસમયે અત્યન્ત અલ્પયોગ હોય છે. તેથી સંજ્ઞઅપર્યાપ્તા જીવ જ સ્વામી જાણવા. અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત હોય તો જ દેવ પ્રાયોગ્ય બંધ થાય છે. અને ત્યારે જ ઉપરોક્ત ચાર પ્રકૃતિ બંધાય છે. માટે સમ્યગ્દષ્ટિજીવ જ સ્વામી કહ્યો છે. તેમાં પણ જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ બાંધતા સમ્યગ્દષ્ટિ સંજ્ઞીઅપર્યાપ્તા ભવાદ્યસમયવર્તી મનુષ્ય જ સ્વામી લેવા. કારણ કે ૨૯ બાંધવાથી ભાગ વધારે થાય. સમ્યગ્દષ્ટિ તિર્યંચો દેવપ્રાયોગ્ય બંધ કરે પરંતુ જિનનામ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org