SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ હોય ત્યારે અને સંજ્વલ લોભનો નવમાના પાંચમા ભાગે મોહનીયમાં માત્ર એકલો લોભ જ બંધાતો હોય ત્યારે તે તે ભાગે એક-બે સમય સ્વામી જાણવો. કારણ કે જે જે પ્રકૃતિનો બંધવિચ્છેદ થતો જાય તેનો ભાગ ન પડવાથી બંધાતીના ભાગમાં દલિક વધારે આવે. ૩૯૬ તથા આ પાંચે પ્રકૃતિઓનો તે તે ભાગે વર્તતો જીવ જ્યારે ઉત્કૃષ્ટયોગમાં વર્તતો હોય ત્યારે જ સ્વામી જાણવો અને તે પણ એક અથવા બે સમય માત્ર જ સ્વામી જાણવો. કારણ કે ઉત્કૃષ્ટ યોગ હોય તો જ ઉત્કૃષ્ટદલિકગ્રહણ થાય છે. અને ઉત્કૃષ્ટ યોગસ્થાનક ૧-૨ સમય જ ટકે છે. વધારે સમય ટકતું નથી. ગાથા : ૯૧ શુભ વિહાયોગતિ, મનુષ્યાયુષ્ય, દેવત્રિક, સૌભાગ્યત્રિક, વૈક્રિયદ્ઘિક, સમચતુરસ્ર, અસાતાવેદનીય અને વજઋષભનારાય એમ ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટયોગી ઉ.પ્ર. બંધ કરે છે ઉત્કૃષ્ટયોગ હોતે છતે ઉત્કૃષ્ટદલિકગ્રહણ થાય છે અને ઉત્કૃષ્ટયોગ-સ્થાનક ૧-૨ સમય જ ટકે છે. વધારે સમય ટકતું નથી. १. असातावेदनीय = આ પ્રકૃતિ ૧થી૬ ગુણસ્થાનક સુધી બંધાય છે. બીજે-ત્રીજે ગુણઠાણે ઉત્કૃષ્ટ યોગ ન હોવાથી તે બે ગુણસ્થાનક વિના-બાકીનાં ૧-૪-૫-૬ આ ગુણસ્થાનકવાળા મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ બન્ને જીવો સવિધબંધક હોય ત્યારે અસાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સમવિધ બંધકપણું અને ઉત્કૃષ્ટયોગીપણું ૧-૪-૫-૬માં બધે સંભવે છે. પ્રશ્ન-અસાતાવેદનીય પાપપ્રકૃતિ છે. સમ્યગ્દષ્ટિજીવ વિશુદ્ધિવાળો છે. અને મિથ્યાદૃષ્ટિ જીવ સંક્લિષ્ટતાવાળો છે. તેથી માત્ર મિથ્યાદૃષ્ટિ જીવ જ સંક્લિષ્ટ પરિણામવાળો હોવાથી સભ્યષ્ટિને છોડીને એકલો મિથ્યાર્દષ્ટિ જ ઉ.પ્ર. બંધનો સ્વામી હોય એવું શું ન બને ? બન્નેને સ્વામી કેમ કહો છો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy