________________
૩૮૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૮
સમયો થાય છે. તેમાંના સર્વ સમયોમાં કોઈ એક જીવ આડા અવળા મરણ વડે સ્પર્શ કરતાં સર્વ સમયોને મૃત્યુ વડે સ્પર્શી રહે તેમાં જેટલો કાળ જાય તેટલા કાળને બાદ કાળ પુગલ પરાવર્ત કહેવાય છે. જેમ ધારો કે અસત્કલ્પનાએ કોઈ એક જીવ ઉત્સર્પિણીના પહેલા સમયમાં મૃત્યુ પામ્યો ત્યારબાદ ૧૦૧માં સમયમાં મૃત્યુ પામ્યો, ત્યારબાદ ૫૦૧માં સમયમાં મૃત્યુ પામ્યો, ત્યારબાદ ૨૦૦૦મા સમયમાં મૃત્યુ પામ્યો એમ કેટલાક સમયો આ ઉત્સર્પિણીમાં અને કેટલાક સમયો આ અવસર્પિણીમાં મૃત્યુ વડે સ્પર્શાયા. તે બધા સ્પષ્ટ તરીકે ગણવા ત્યારબાદ બીજી ઉત્સર્પિણી આવી, ત્યારે ૩પમાં સમયે, ૮૮મા સમયે, ૧૫રમા સમયે એમ આડા અવળા સમયમાં આયુષ્યની સમાપ્તિ પ્રમાણે તે જીવ મૃત્યુ પામ્યો તો તે પણ સ્પષ્ટ તરીકે ગણવાના. ફક્ત એકવાર જે સમય મૃત્યુવડે પૃષ્ટ થયો હોય તે જ સમયમાં જો ફરીથી મૃત્યુ થાય તો તેને બીજીવાર ગણવાનો નહીં. પરંતુ આ રીતે આડા અવળા જે જે સમયોમાં જે જે ભવોમાં મૃત્યુ થાય તે સર્વ સમયોની ધૃષ્ટ તરીકે ગણના કરતાં કરતાં એક કાલચક્રના સર્વ સમયો જયારે જીવવડે મૃત્યુ દ્વારા સ્પર્શાઈ જાય. કોઇપણ સમય મૃત્યુ દ્વારા સ્પર્શવાનો બાકી ન રહે ત્યારે તેટલા કાળને બાદ કાળ પુદ્ગલપરાવર્ત કહેવાય છે.
સૂક્ષ્મકાળ પુગલપરાવર્ત કોઈ જીવ ઉત્સર્પિણીના પહેલા-આરાના પ્રથમસમયે મૃત્યુ પામ્યો અર્થાત્ મૃત્યુ વડે તે સમયે સ્પષ્ટ કર્યો. ત્યાર બાદ બીજા જ સમયે જો મૃત્યુ પામે તો જ સ્કૃષ્ટ તરીકે ગણત્રીમાં લેવાય. પરંતુ તે શક્ય નથી. કારણ કે જીવનું જઘન્યથી પણ ૨૫૬ આવલિકાનું (એટલે કે અસંખ્યાતા સમયનું) આયુષ્ય હોય જ છે. એટલે પ્રથમ સમયના મૃત્યુ બાદ ઉત્સર્પિણીના ૬ અને અવસર્પિણીના ૬ એમ બારે આરામાં અનેકવાર અનેકસ્થાને અનેક સમયોમાં મૃત્યુ થવા છતાં તે સમયોમાં થયેલું મૃત્યુ ગણનામાં લેવાનું નહીં. બારે આરાનો ૨૦ કોડાકોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org