________________
પાંચમો કર્મગ્રંથ
ગ્રહણ કરવા યોગ્ય સમસ્ત પુદ્ગલાસ્તિકાય અનંતાનંત છે. પરંતુ ઔદારિક આદિ સાતમાંથી કોઇપણ પ્રકારે આ જીવ પુદ્ગલો ગ્રહણ કરે તે ગણનામાં લેવાનું હોવાથી હવે કહેવાતા સૂક્ષ્મ પુદ્ગ. પરા. કરતાં આ બાદર પુ.પ.માં ઓછો કાળ થાય છે. તો પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ તો થાય જ છે.
ગાથા : ૮૭
સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત
ઉપરોક્ત સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્યને કોઇપણ એક જીવ ઔદારિકાદિ સાત પ્રકારોમાંથી કોઇપણ એક જ પ્રકાર વડે ગ્રહણ કરીને મૂકે તેમાં જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. બાદ૨ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં ઔદારિક રૂપે, વૈક્રિય રૂપે, તૈજસ રૂપે એમ સાતે પ્રકારે જે જે પુદ્ગલો ગ્રહણ કરાતાં હતાં તે ગણત્રીમાં (આટલાં તો સ્પર્શાયાં એમ ગણનામાં) લેવાતાં હતાં. જ્યારે આ સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તમાં સાતમાંથી કોઇપણ એક રૂપે જ જે પુદ્ગલો ગ્રહણ થાય તે જ ગણત્રીમાં ગણાય. વચ્ચે વચ્ચે અનેકવાર વિવક્ષિત એક પ્રકાર વિના બીજા બીજા પ્રકાર રૂપે જે પુદ્ગલો ગ્રહણ કરાયાં હોય તે પુદ્ગલો વિવક્ષિત રૂપે ગ્રહણ કરાયાં નથી માટે અગૃહીત જ સમજવાનાં, જેમ કે સમસ્ત પુદ્ગલાસ્તિકાય ઔદારિક રૂપે જ ગ્રહણ કરીને પૂર્ણ કરવાની વિવક્ષા કરી મનુષ્યભવમાં જન્મ્યા, માનવના દેહ રૂપે જે પુદ્ગલો ગ્રહણ કર્યાં તેટલાં જ ગૃહીત માનવાનાં, આખા માનવના ભવ દરમ્યાન શ્વાસોચ્છ્વાસરૂપે, ભાષારૂપે, મનરૂપે અને કર્મબાંધવારૂપે અનેક પુદ્ગલો આ જીવ ગ્રહણ કરે છે અને મૂકે છે. પરંતુ તે સર્વે પુદ્ગલો અગૃહીત જ સમજવાનાં. કારણ કે તે પુદ્ગલો ઔદારિકશરીરરૂપે ગૃહીત થયાં નથી. આ રીતે સમસ્ત વર્ગણાઓનાં સમસ્ત પુદ્ગલો પૂરણ-ગલન થતાં થતાં જ્યારે ઔદારિક વર્ગણારૂપે બને અને આ જીવ તે પુદ્ગલોને ઔદારિકશરીરરૂપે ગ્રહણ કરે ત્યારે જ ગણત્રીમાં ગણવાનાં, એ રીતે સમસ્ત પુદ્ગલાસ્તિકાય
Jain Education International
૩૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org