________________
ગાથા : ૮૫
પાંચમો કર્મગ્રંથ
૩૭૧
પલ્યોપમ જાણવાના ઉપાયરૂપે આ પલ્યોપમનું પ્રતિપાદન કરેલ છે. આ પલ્યોપમમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી કાળ લાગે છે. આવા ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે.
(૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ - વાલાગ્રોના અસંખ્યાત ખંડ કરીને ખીચોખીચ ભરેલા એવા આ જ કૂવામાંથી તે રોમખંડોને સ્પર્શેલા અને નહીં સ્પર્શલા એમ સર્વે આકાશપ્રદેશોને પ્રતિસમયે બહાર કાઢતાં જેટલો કાળ થાય. તેટલા કાળને એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમમાં બાદર કરતાં અસંખ્યાતગુણો કાળ થાય છે. આવાં ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમ વડે દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યો મપાય છે. એમ કહેલું છે. સંસારમાં કુલ પૃથ્વીકાય જીવો કેટલા ? અષ્કાય જીવો કેટલા ? સ્થાવર જીવો કેટલા ? ત્રસજીવો કેટલા ? પુગલદ્રવ્યો કેટલાં ? ઈત્યાદિ દ્રવ્યોનું માપ આ પલ્યોપમ અને સાગરોપમથી કરેલું છે.
પ્રશ્ન - જેમાં પાણી - અગ્નિ કે વાયુ પ્રવેશ પામે નહીં એવા ગાઢ ગાઢતર રીતે ભરેલા વાલાઝોમાં સ્પષ્ટ આકાશ પ્રદેશો તો હોઈ શકે પરંતુ અસ્પૃષ્ટ આકાશપ્રદેશો કેવી રીતે હોય ? અને હોય તો કેટલા હોય? બહુ અલ્પ જ હોવાનો સંભવ છે.
ઉત્તર - એક વાલાઝથી બીજા વાલાઝની વચ્ચેના ક્ષેત્રમાં અસ્કૃષ્ટ એવા અસંખ્યાતા આકાશપ્રદેશો હોય છે. તથા પ્રત્યેક વાલીગ્રોમાં પણ પોલાણભાગોમાં અસંખ્યાતા અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે. પૃષ્ટ આકાશપ્રદેશો કરતાં અસ્પષ્ટ આકાશ પ્રદેશો અસંખ્યાતગુણ હોય છે. જેમ મોટી એક કોઠીમાં કોળાં ભરીએ તો ધારો કે ૨૫ સમાય. હવે કોળું એ મોટું ફળ હોવાથી એક પણ ન માય પરંતુ બોર ભરીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org