________________
ગાથા : ૮૫
પાંચમો કર્મગ્રંથ
૩૬૯
અતિશય જે સૂક્ષ્મવસ્તુ છે કે જેને અત્યન્ત શુદ્ધ લોચનવાળો છદ્મસ્થ પુરુષ જોઈ શક્તો નથી. તેવી અતિશય સૂક્ષ્મવસ્તુના અસંખ્યાતમાં ભાગ જેવડા આ વાવાઝો છે. (૨) સૂક્ષ્મસાધારણ વનસ્પતિકાયનું એક શરીર જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહે છે. તેના કરતાં અસંખ્યાતગુણી મોટી અવગાહનાવાળો આ એકેક વાલાઝ છે. (૩) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવના શરીરતુલ્ય આ એક એક વાલાઝ છે. આવા પ્રકારના ત્રણ માપથી મપાયેલા એવા અસંખ્ય અસંખ્ય ખંડોથી કૂવો ભરીને તે કૂવામાંથી એક એક સમયે એક એક વાલાગ્રખંડ કાઢતાં જેટલો કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમનો કાળ સંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે. આવાં ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમો કરવાથી એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે.
બાદર ઉદ્ધાર પલ્યોપમ કે બાદર ઉદ્ધાર સાગરોપમથી કોઇપણ વસ્તુ મપાતી નથી. પરંતુ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી તિસ્કૃલોકમાં રહેલા દ્વીપ-સમુદ્રો મપાય છે. જો કે આ લિપ-સમુદ્રો છે અસંખ્યાતા, તો પણ અસંખ્યાતાના અસંખ્યભેદો હોવાથી તેનું નિયતમાપ જાણવા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે (રા) અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના અર્થાત્ (૨૫) પચ્ચીસ કોડાકોડી સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમના જેટલા સમય થાય તેટલા દ્વીપ-સમુદ્રો તિરસ્કૃલોકમાં છે. બાદર અને સૂક્ષ્મ એમ બન્ને ઉદ્ધાર પલ્યોપમ અને સાગરોપમ સમજાવ્યું.
(૩) બાદર અદ્ધા પલ્યોપમ-એક એક રોમના સાતવાર આઠ આઠ ટુકડા (૨૦૯૭૧૫૨ ખંડ) કરીને તેવા રોમખંડોથી ભરેલા કૂવામાંથી સો સો વર્ષ એક એક ખંડ (વાલાઝ) બહાર કાઢતાં જેટલો કાળ થાય તેટલા કાળને એક બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે.
આ પલ્યોપમમાં પણ વાલાઝો પૂર્વે કહેલા ૩૦ આંકડાની સંખ્યા જેટલા ક્રોડ વાલાઝો થાય છે અને સો સો વર્ષે એક એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org