________________
ગાથા : ૮૧
પાંચમો કર્મગ્રંથ
૩૪૯
વિશેષાધિક પ્રદેશદાન જીવ કરે છે. આ અલ્પબદુત્વનો અધિકાર સ્વપજ્ઞ એવી કર્મગ્રંથની ટીકાને અનુસારે લખેલ છે. વિશેષાર્થીએ સ્વપજ્ઞ ટીકામાંથી અથવા કમ્મપયડીમાંથી વિશેષ અલ્પબદુત્વ જાણી લેવું.
આ જ પ્રમાણે જ્યારે જઘન્યપ્રદેશો બંધાતા હોય ત્યારે પણ ત્યાં અલ્પબદુત્વ સ્વોપજ્ઞટીકા તથા કમ્મપયડી આદિ ગ્રન્થોના આધારે આ પ્રમાણે છે.
જઘન્યપ્રદેશગ્રહણકાળે અલ્પબદુત્વ જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉત્કૃષ્ટની જેમ જઘન્યમાં પણ ક્રમ જાણવો. દર્શનાવરણીયમાં સૌથી અલ્પ નિદ્રાને, તેનાથી અનુક્રમે પ્રચલાને, નિદ્રાનિદ્રાને, પ્રચલા-પ્રચલાને, થિણદ્ધિને અને કેવલ દર્શનાવરણીયકર્મને વિશેષાધિક આપે છે. તેનાથી અવધિદર્શનાવરણીયને અનંતગુણ, તેનાથી અનુક્રમે અચક્ષુને અને ચક્ષુને વિશેષાધિક આપે છે.
મોહનીયકર્મમાં જઘન્યમાં ભાગદાનનો ક્રમ ઉત્કૃષ્ટની જેમ છે. પરંતુ પુરુષવેદના ભાગદાનનો ક્રમ જઘન્યમાં સ્ત્રીવેદ-નપુંસકવેદની સાથે કહેવો. અર્થાત્ ત્રણે વેદનો ભાગ રતિ-અરતિથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય કહેવો. આયુષ્યકર્મમાં એક જ બંધાય છે. જે ભાગ આવે તે એકને જ આપે છે. છતાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય જ્યારે બંધાય ત્યારે સર્વથી અલ્પ અને પરસ્પર સમાન તથા દેવ-નરકાયુષ્યને તેનાથી અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય આપે છે.
નામકર્મમાં તિર્યંચગતિને સૌથી અલ્પ, તેનાથી મનુષ્યગતિને અધિક, તેનાથી દેવગતિને અસંખ્યાતગુણ અને તેનાથી નરકગતિને અસંખ્યાતગુણ ભાગદાન કરે છે. જાતિમાં કીન્દ્રિયાદિ ચાર જાતિને અલ્પ અને પંચેન્દ્રિયજાતિને તેનાથી વિશેષાધિક, શરીરનામકર્મમાં ઔદારિકને સૌથી અલ્પ, તેનાથી અનુક્રમે તૈજસને અને કાશ્મણને વિશેષાધિક, તેનાથી
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org