________________
પાંચમો કર્મગ્રંથ
ઉત્તર મોહનીયકર્મમાં માત્ર ૧ મિથ્યાત્વમોહનીયકર્મની જ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોય છે. બાકીની મોહનીયકર્મની સર્વે પ્રકૃતિઓની ૧૦૧૫/૨૦/૪૦ કોડાકોડી જ છે. એટલે કે દ્વિગુણ કરતાં ઓછી જ છે. તેથી મોહનીયમાં ભાગદાન આ જીવ સંખ્યાતગુણ કરતો નથી. પરંતુ વિશેષાધિક જ કરે છે. અને મિથ્યાત્વમોહનીયની સ્થિતિ ૭૦ કોડાકોડી હોવા છતાં પણ સર્વઘાતી હોવાથી અને સર્વઘાતીને માત્ર અનંતમા ભાગ પ્રમાણ જ ભાગદાન કરતો હોવાથી તેના કારણે મિથ્યાત્વના ભાગમાં સંખ્યાતગુણપણું થતું નથી. તથા વેદનીયકર્મને સૌથી વધારે દલિક આપે છે.
ગાથા : ૮૦
-
વેદનીયકર્મ એવા સ્વભાવવાળું છે કે અલ્પદલિક હોતે છતે સુખદુઃખનો સ્પષ્ટ અનુભવ કરાવી શકતું નથી. માટે સૌથી અધિક દલિકોનો ભાગે આ જીવ વેદનીયકર્મને આપે છે. ઉપર જણાવેલા અલ્પ-બહુત્વમાં સમન્વય કરવા પુરતી યુક્તિમાત્ર જણાવી છે. પરમાર્થથી તો સર્વજ્ઞ પરમાત્માના વચનોની પ્રમાણતાથી જ આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોની શ્રદ્ધા કરવી જોઇએ. સ્વોપન્ન ટીકામાં ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કે યુક્તિમાત્ર चैतत् निश्चयतस्तु श्रीसर्वज्ञवचनप्रामाण्यादेवातीन्द्रियार्थप्रतिपत्तिः ।
૩૪૧
પ્રશ્ન - કોઇપણ જીવનો વિવક્ષિત એવા એકસમયમાં એક જ અધ્યવસાય હોય છે. છતાં તે સમયે બંધાતા કર્મોના ૮ અને બહુ ઉત્તરભેદો રૂપ ઘણા ભેદો કેમ થાય છે. અધ્યવસાયાત્મક કારણ જો એક છે તો બંધાતું કર્માત્મક કાર્ય પણ એક જ હોવું જોઇએ. અષ્ટવિધ આદિ ભેદોવાળું (કાર્ય) કેમ થાય છે ?
Jain Education International
ઉત્તર કાર્મણવર્ગણાને ગ્રહણ કરનારા એવા જીવની શક્તિ અચિત્ત્વ હોવાથી અને ગ્રહણ કરાતાં કાર્યણવર્ગણાનાં પુદ્ગલોનો ચિત્રવિચિત્ર પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી અવિધ આદિ ભેદો ઘટે છે. જેમ ગાય આદિ પશુએ ખાધેલું બધું ઘાસ એક પ્રકારનું હોવા છતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org