________________
૩૨૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૫
ઉત્તર - હા, અભવ્યથી અનંતગુણાનો અને સિદ્ધથી અનંતમાં ભાગનો જે આંક (અસત્કલ્પનાએ ૧૦૦૦) છે. તે આંક વડે જઘન્યવર્ગણાના પ્રદેશોની સંખ્યાને ગુણવાથી (૧૧૦૧×૧૦૦૦=) જે આંક થાય. તેટલા (અસત્કલ્પના એ ૧૧૦૧૦૦૦) પ્રદેશોવાળા સ્કંધોના સમુદાયને ઔ.અગ્ર.ઉ. વર્ગણા કહેવાય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ હોય
ત્યાં ત્યાં જઘન્યવર્ગણાનો અનંતમો ભાગ ઉમેરો એટલે ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા થાય. અને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જઘન્યવર્ગણાના સ્કંધોમાં જે પ્રદેશ રાશિ હોય તેને અભવ્યથી અનંતગુણાના આંક વડે અથવા સિદ્ધના અનંતમા ભાગના આંક વડે ગુણવાથી જે આંક બને તેટલા પ્રદેશોવાળા સ્કંધોની અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા જાણવી. આ પ્રમાણે આગળ આવનારી વૈક્રિય આદિ વર્ગણાઓમાં પણ ગ્રહણ પ્રાયોગ્યમાં પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ ઉમેરવાથી અને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં અભવ્યથી અનંતગુણાના આંક વડે ગુણિત કરવાથી ઉત્કૃષ્ટ વર્ગણા જાણવી. કર્મગ્રંથમાં તથા તેની સ્વોપજ્ઞટીકામાં આ પ્રમાણે ઔદારિક આદિ આઠ ગ્રહણ પ્રા. અને અગ્રહણ પ્રા. એમ કુલ ૧૬ વર્ગણાઓ કહી છે. પરંતુ કમ્મપયડી આદિ ગ્રંથોમાં અગ્રહણ પ્રાયોગ્ય ૮ વર્ગણાના બે બે ભાગ કલ્પેલા છે. તે આ પ્રમાણે -
ઔદા. ગ્રહણ. પ્રા. ઉત્કૃષ્ટ વર્ગણાથી એક-બે-ત્રણ અધિક પ્રદેશો
અહીં કેટલાંક ગુજરાતી વિવેચનોમાં અભવ્યથી અનંતગુણ ઉમેરવાનું લખેલ છે. પરંતુ સ્વોપજ્ઞ ટીકામાં, ૭૫મી ગાથાની અન્તિમ પંક્તિમાં નયાયાશ્રય વાયા: सकाशादुत्कृष्टा वर्गणा अनन्तगुणाः । गुणकारश्चाभव्यानन्तगुणसिद्धानन्तभागकल्पराशिप्रमाणो દ્રષ્ટ: આ પ્રમાણે કહેલ છે. પંચસંગ્રહ-કર્મપ્રકૃતિની ટીકાઓમાં પણ આવોજ પાઠ છે. તથા પૂ. અભયશેખરસૂરિજીકૃત “શતક'ના વિવેચનમાં પૃષ્ઠ નં. પ૭, પંક્તિ નં.૧૩ થી ૨૭માં પણ આવો જ અર્થ કરેલ છે. તેથી અમે પણ ઉપરોક્ત અર્થ લખેલ છે. છતાં
શબ્દનો અર્થ “” રાશિ જો ન કરીએ અને ફલિતાર્થ રૂપે આવેલો ગુણાકાર (ઉત્તર), આવો અર્થ જ કરીએ તો ગુજરાતી વિવેચનો કરનારાઓનો અર્થ પણ સંગત થાય છે. માટે આ બાબતમાં તત્ત્વ કેવલી પરમાત્મા જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org