________________
પાંચમો કર્મગ્રંથ
પોતપોતાના બંધવ્યવચ્છેદ સમયે ક્ષપકશ્રેણીમાં અત્યન્ત વિશુદ્ધિ હોવાથી ઉત્કૃષ્ટરસ થાય છે. તે કાળે ઉત્કૃષ્ટરસબંધની સાદિ, બંધવ્યવચ્છેદ પછીના સમયે અબંધ થવાથી ઉત્કૃષ્ટરસબંધ અવ, એમ ઉત્કૃષ્ટના ૨ ભેદ જાણવા.
૩૧૨
ઉપરોક્ત સર્વે મૂલકર્મ અને ઉત્તરકર્મોનો જઘન્ય રસબંધ પુણ્ય પ્રકૃતિઓ હોવાથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિના અત્યન્ત સંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ જીવો કરે છે. પુણ્યપ્રકૃતિઓનો જઘન્ય રસબંધ સંક્લિષ્ટતાથી થાય છે. આવું અત્યન્ત સંક્લિષ્ટ અધ્યવસાય સ્થાનક ઓછામાં ઓછું ૧ સમય જીવને ટકે છે અને વધુમાં વધુ ૨ સમય ટકે છે. તે જ્યારે જઘન્ય રસબંધ શરૂ કરે ત્યારે જઘન્યની સાદિ, એક અથવા બે સમય જઘન્ય રસબંધ કર્યા પછી અત્યન્ત સંક્લિષ્ટતાવાળું અધ્યવસાય સ્થાન બદલાઈ જવાથી અજઘન્ય ૨સબંધ કરે છે. ત્યારે જઘન્ય રસબંધ અશ્રુવ અને અજઘન્યરસબંધની સાદિ થાય છે. આ રીતે વારાફરતી જઘન્યઅજઘન્ય રસબંધ કરતા ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવોને બન્ને પ્રકારનો બંધ સાદિ-અપ્રુવ થાય છે.
ગાથા : ૭૪
તથા મૂળકર્મમાં ચારઘાતી કર્મો તથા (નીચગોત્રને આશ્રયી) ગોત્રકર્મ અને ઉત્તરપ્રકૃતિઓને આશ્રયી ધ્રુવબંધી અશુભ એવી ૪૩ પ્રકૃતિઓના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ રસબંધ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. ત્યાં પોતપોતાના બંધવ્યવચ્છેદના સમયે ક્ષપકશ્રેણીમાં અત્યન્ત વિશુદ્ધિ હોવાથી અને આ સર્વે પાપ પ્રકૃતિઓ હોવાથી જઘન્ય રસબંધ થાય છે. તે સમયે જઘન્ય રસબંધની સાદિ થાય છે. બંધવ્યવચ્છેદ થયા પછી અબંધ થવાથી જઘન્યરસબંધ અપ્રુવ થાય છે. એમ જઘન્યના ૨ ભાંગા થયા, આ જઘન્યરસબંધ બંધવ્યવચ્છેદના ચરમસમયે એક સમયમાત્ર જ ચાલે છે. વળી આ સર્વે કર્મો પાપપ્રકૃતિ હોવાથી તેઓનો ઉત્કૃષ્ટરસ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યામા અત્યન્ત સંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ ચારે ગતિમાં વર્તનારા જીવ કરે છે. જ્યારે કરે ત્યારે ઉત્કૃષ્ટની સાદિ, આવો અત્યન્ત સંક્લિષ્ટ પરિણામ ૧/૨ સમય માત્ર જ રહે છે. તેનાથી મંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org