________________
૨૮૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૯
થાતિi.= સ્વાનદ્વિત્રિક, મછં = અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ, મંતર = જાન્યરસ, સંનમુમુહો = સંયમને સન્મુખ, મિચ્છો = મિથ્યાષ્ટિ, વિતિયવસાય = બીજા અને ત્રીજા કષાયનો, વિરલ = જઘન્યરસબંધ અવિરત અને દેશવિરત કરે છે. પત્તો = પ્રમત્ત જીવ, મરફલોપ = અરતિ અને શોકનો દુલા
ગાથાર્થ - થીણદ્વિત્રિક, અનંતાનુબંધી અને મિથ્યાત્વમોહનીયનો જઘન્યરસબંધ સંયમ (સહિત સમ્યક્ત)ને સન્મુખ થયેલ મિથ્યાષ્ટિ જીવ કરે છે. બીજા અને ત્રીજા કષાયનો જઘન્યરસબંધ અનુક્રમે અવિરત અને દેશવિરત કરે છે. તથા અરતિ અને શોકનો જઘન્ય રસબંધ પ્રમત્તગુણસ્થાનકવર્તી જીવ કરે છે. દાદા
વિવેચન - હવે જઘન્ય રસબંધના સ્વામી કહેવાના છે. પુણ્યપ્રકૃતિઓનો જઘન્ય રસબંધ અતિશય સંક્લિષ્ટતાથી થાય છે. અને પાપપ્રકૃતિઓનો જઘન્ય રસબંધ અત્યન્ત વિશુદ્ધિથી થાય છે. આ નિયમને ધ્યાનમાં રાખીને આપણે હવે જઘન્ય રસબંધના સ્વામી વિચારીએ.
થીણદ્વિત્રિક, અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય એમ કુલ ૮ કર્મપ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી ત્રણ કરણ અને ગ્રંથિભેદ આદિ કાર્ય કરવાપૂર્વક અનિવૃત્તિકરણના ચરમ સમયે વર્તતા સમ્યક્ત અને સંયમ બન્ને ગુણોને સાથે પામવાને સન્મુખ થયેલા જીવો સમજવા. આ આઠ પ્રકૃતિઓ અશુભ હોવાથી ઉત્કૃષ્ટવિશુદ્ધિ વડે મંદરસ બંધાય છે. આ આઠનો બંધ પહેલા-બીજા એમ બે જ ગુણસ્થાનકોમાં હોય છે. બીજું ગુણસ્થાનક પતનને અભિમુખ હોવાથી છ આવલિકાનો કાળ સમાપ્ત થતાં તે જીવ નિયમા મિથ્યાષ્ટિ જ થવાનો છે. તેથી તેવી વિશુદ્ધિવાળો હોતો નથી કે પહેલા ગુણસ્થાનકે વર્તતો સંયમ અને સમ્યક્ત ઉભય પામવાની તૈયારીવાળો આરોહણ સ્વભાવયુક્ત જીવ જેવો વિશુદ્ધ હોય છે. તેથી બીજે ગુણઠાણે સ્વામી ન કહેતાં પહેલા ગુણઠાણાવાળો જીવ સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org