________________
પાંચમો કર્મગ્રંથ
વાળા છે. તેથી પુણ્યપ્રકૃતિ હોવાથી વધારે વિશુદ્ધિ વડે જ ઉત્કૃષ્ટરસ બંધાય છે. માટે અપ્રમત્ત મુનિ જ દેવાયુષ્યના ઉત્કૃષ્ટરસ-બંધના સ્વામી જાણવા.
૨૮૪
આ પ્રમાણે ૧૭+૩૨+૭=૫૬ કુલ છપ્પન્ન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા. તેમાં ૧૪ પાપપ્રકૃતિઓ અને ૪૨ પુણ્યપ્રકૃતિઓના સ્વામી કહ્યા, બાકીની (વર્ણચતુષ્ક પુણ્ય-પાપ બન્નેમાં ગણવાથી) ૬૮ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસના સ્વામી ચારે ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો જાણવા. કેટલીક પ્રકૃતિઓમાં અત્યન્ત સંક્લિષ્ટ અને કેટલીક પ્રકૃતિઓમાં તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ જીવો સ્વામી સમજવા. ત્યાં હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, મધ્યનાં ચાર સંસ્થાન અને મધ્યનાં ચાર સંઘયણ એમ ૧૨ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસના સ્વામી તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ સમજવા. કારણ કે જો અતિસંક્લિષ્ટ લઇએ તો હાસ્ય-રતિનો બંધ ઓળંગીને અરતિ-શોકનો બંધ કરે, સ્ત્રીવેદ, પુરુષવેદનો બંધ ઓળંગીને નપુંસકવેદનો બંધ કરે અને સંધયણ સંસ્થાનોમાં અન્તિમ સંઘયણ-સંસ્થાનનો બંધ કરે તેથી અત્યન્નસંક્લિષ્ટ ન કહેતાં તત્પ્રાયોગ્યસંક્લિષ્ટ ચારે ગતિના જીવો સ્વામી જાણવા, અને બાકીની ૬૮–૧૨=૫૬ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસના સ્વામી અત્યન્ત સંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો સમજવા.
ગાથા : ૬૯
આ પ્રમાણે આ ત્રણ ગાથામાં ૧૭+૩૨+૭+૬૮=૧૨૪ (વર્ણચતુષ્ક શુભ-અશુભ ગણવાથી બે વાર છે. તેને એકવાર ગણતાં) કુલ ૧૨૦ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા. હવે જધન્યરસબંધના સ્વામી કહીશું. ૫૬૮૫
थीणतिगं अणमिच्छं, मंदरसं संजमुम्मुहो मिच्छो । बियतियकसाय अविरय देस पमत्तो अरइसोए ॥ ६९ ॥
(स्त्यानर्द्धित्रिकमनन्तानुबन्धिमिथ्यात्वं मन्दरसं संयमोन्मुखो मिथ्यादृष्टिः । द्वितीयतृतीयकषाययोरविरतदेशविरतौ प्रमत्तोऽरतिशोकयोः ॥ ६९ ॥ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org