________________
૨૮ ૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૮
તમતમHT = તમસ્તમ:પ્રભામાં વર્તતા નારકી, નોર્થ = ઉદ્યોત નામકર્મ, સમસુરા = સમ્યગ્દષ્ટિ દેવો, મyય રત્નકુવર = મનુષ્યદ્વિક, ઔદારિકદ્ધિક અને વજઋષભનારાચ સંઘયણ, ૩પમત્તો = અપ્રમત્ત ગુણસ્થાનકવાળો જીવ, અમર ૩ = દેવાયુષ્યનો, રાષ્ટ્ર = ચારેગતિના, મિચ્છ= મિશ્રાદષ્ટિજીવો, ૩=વળી શેષા=બાકીની પ્રકૃતિના ૬૮
ગાથાર્થ - ઉદ્યોત નામકર્મના તમસ્તમપ્રભાના જીવો, મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને વજઋષભનારાચસંઘયણના સમ્યગ્દષ્ટિ દેવો, દેવાયુષ્યના અપ્રમત્તમુનિ, અને બાકીની સર્વે પ્રકૃતિઓના ચારે ગતિના મિશ્રાદષ્ટિજીવો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી જાણવા ૬૮
વિવેચન - ઉદ્યોતનામકર્મના ઉત્કૃષ્ટરસ બંધના સ્વામી તમસ્તમપ્રભા નામની સાતમી નારકીના (ત્રણ કરણ કરીને નવું પ્રાથમિક ઉપશમ સમ્યક્ત પામતા અનિવૃત્તિકરણના ચરમસમયે વર્તતા) જીવો સ્વામી જાણવા. આ ઉદ્યોતનામકર્મ પુણ્યપ્રકૃતિ છે. તેથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વડે ઉત્કૃષ્ટરસ બંધાય છે. મનુષ્ય-તિર્યંચોને જો ઉત્કૃષ્ટવિશુદ્ધિ આવે તો તેઓ દેવપ્રાયોગ્ય બંધ કરે અને ઉદ્યોતનામકર્મ તિર્યંચપ્રાયોગ્ય બંધયોગ્ય હોવાથી ત્યાં ન બંધાય, તથા છ નારકી અને દેવો જો અતિશય વિશુદ્ધિવાળા હોય તો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યાં પણ ઉદ્યોતનામકર્મ ન બંધાય અને આ ચારે ગતિના જીવો જો મંદ અને મધ્યમ વિશુદ્ધિવાળા હોય તો તિર્યંચપ્રાયોગ્ય બંધ કરે અને ઉદ્યોતનામકર્મ પણ બાંધે પરંતુ તીવ્ર વિશુદ્ધિ ન હોવાથી ઉત્કૃષ્ટરસ ન બાંધે, તેથી તે સર્વે જીવોને છોડીને સાતમી નારકીવાળા જીવો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા છે.
સાતમી નારકીના જીવોને જયારે મિથ્યાદષ્ટિ હોય ત્યારે તિર્યંચપ્રાયોગ્ય જ બંધ થાય છે. જો સમ્યગ્દષ્ટિ હોય તો મનુષ્યપ્રાયોગ્ય બંધ થવાથી ઉદ્યોત નામકર્મ ન બંધાય. તેથી સાતમી નારકીના પણ મિથ્યાદૃષ્ટિ જીવ સ્વામી કહ્યા છે. હવે મિથ્યાત્વાવસ્થામાં પણ જેમ બને તેમ અતિશય વિશુદ્ધિવાળા સાતમી નારકીના જીવો સ્વામી લેવા છે તેથી જેણે ત્રણ કરણો કર્યા છે. અંતરકરણ પણ કર્યું છે. મિથ્યાત્વ મોહનીયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org