________________
૨૭૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૬
આ દેવો સ્વામી જાણવા. અને આતપ નામકર્મ પુણ્યપ્રકૃતિ હોવાથી અને પુણ્યપ્રકૃતિનો ઉત્કૃષ્ટરસબંધ વિશુદ્ધિ વડે થતો હોવાથી તથા અત્યન્ત વિશુદ્ધિ હોય તો એકેન્દ્રિય પ્રાયોગ્યબંધ ત્યજીને ૫ તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય બંધ આ દેવો કરતા હોવાથી અત્યન્ત વિશુદ્ધ ન લેતાં માત્ર ત~ાયોગ્ય વિશુદ્ધ એવા ઇશાન દેવલોક સુધીના દેવો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહેવા. એકેન્દ્રિય જાતિનામકર્મ અને સ્થાવરનામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ અને ઉત્કૃષ્ટરસ બન્ને ઉત્કૃષ્ટસંક્લિષ્ટતાએ જ બંધાય છે. કારણ કે આ બે પાપપ્રકૃતિ છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિને બાંધતા એવા અત્યન્ત સંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ ઇશાનદેવલોક સુધીના દેવો ઉત્કૃષ્ટરસના પણ બંધક જાણવા. અને આતપનામકર્મ પુણ્યપ્રકૃતિ છે તેથી જઘન્યસ્થિતિને બાંધતા એવા અને ત–ાયોગ્ય વિશુદ્ધિવાળા એવા ઈશાનાન્ત દેવો આતપનામકર્મના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી જાણવા.
વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક અને નરકત્રિક એમ નવ તથા તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ૧૧ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસના બંધક મિથ્યાદષ્ટિ એવા પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યો સ્વામી જાણવા. આ ૧૧ પ્રકૃતિઓમાંથી પ્રથમની નવ પ્રકૃતિઓ તો દેવો અને નારકી ભવસ્વભાવે બાંધતા જ નથી તેથી તેને સ્વામી કહ્યા નથી. અને તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્ય જો કે તે દેવ-નારકી બાંધે છે. પરંતુ સંખ્યાત વર્ષનું (પૂર્વકોટિ વર્ષ સુધીનું) અયુગલિકનું જ આયુષ્ય બાંધે છે. જયારે આ બન્ને પુણ્યપ્રકૃતિ હોવાથી ત્રણ પલ્યોપમ પ્રમાણ યુગલિકપણાની ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટરસ બંધ થાય છે. તે દેવ-નારકી કરતા નથી તેથી દેવ-નારકીને છોડીને પં. તિર્યંચ અને મનુષ્યોને સ્વામી કહ્યા છે. એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવો આ ૧૧ પ્રકૃતિમાંથી નરકત્રિક વિના શેષ ૮ પ્રકૃતિ બાંધે છે. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય જેટલી સંક્લિષ્ટતા કે વિશુદ્ધિ ન હોવાથી તે જીવોને પણ ઉત્કૃષ્ટના સ્વામી તરીકે કહ્યા નથી. અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચો ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org