________________
ગાથા : ૬૫
પાંચમો કર્મગ્રંથ
૨૭૩
ક્રિસ્થાનિક, તેવી જ રીતે ત્રણ ભાગ બાળી નાખીએ અને એક ભાગ રાખીએ તે ત્રિસ્થાનિક તથા ચાર ભાગ બાળી નાખીએ અને એક ભાગ રાખીએ તે ચતુઃસ્થાનિક, આવો અર્થ કરે છે, પરંતુ તેઓએ કરેલા તે અર્થો સ્વીપજ્ઞ ટીકામાં કરેલા અર્થ જોતાં બરાબર નથી. એમ લાગે છે. સ્વોપજ્ઞ ટીકામાં દિત્રિવતુર્માનથતૈિમન્ત: એવું સ્પષ્ટ પદ છે. બે ભાગ, ત્રણ ભાગ અને ચાર ભાગ ઉકાળવાના લખ્યા છે. પરંતુ બાળવાના કહ્યા નથી. તથા તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રીએ જણાવ્યું છે કેस एव भागद्वयप्रमाणः स्थाल्यां क्वथितोऽर्द्धावर्तितः कटुकतरो द्विस्थानिकः, स एव भागत्रयप्रमाणः स्थाल्यां क्वथितस्त्रिभागान्तः कटुकतमस्त्रिस्थानिक: स एव भागचतुष्टयप्रमाणो विभिन्नस्थाने क्वथितश्चतुर्भागान्तोऽतिकटुकतमચતુઃસ્થાનિચ્છ =બે ભાગપ્રમાણવાળો રસ ઉકાળ છતે અર્ધી બાળ્યા પછી રહેલો કટુતર જે રસ તે દિ સ્થાનિક આ પદો જો માં પ્રથમ કહેલો અર્થ યુક્તિયુક્ત છે.
અશુભપ્રકૃતિઓનો રસ કટુક, કટુકતર, કટુકતમ અને અતિક્ટ્રકતમ છે. અને શુભપ્રકૃતિઓનો રસ મધુર, મધુરતર, મધુરતમ અને અતિમધુરતમ છે. પ્રકૃતિઓની શુભાશુભતા રસને લીધે છે. જેનો રસવિપાક સુખદાયી તે પ્રકૃતિ શુભ, જેનો રસવિપાક દુઃખદાયી તે પ્રકૃતિ અશુભ જાણવી.
એક સ્થાનિકરસ કરતાં ક્રિસ્થાનિકરસ અને ક્રિસ્થાનિક રસ કરતાં ત્રિસ્થાનિક રસ તથા ત્રિસ્થાનિક રસ કરતાં ચતુઃસ્થાનિક રસ અનંતગુણઅધિક રસાશવાળો છે. અને તેનાથી ઉલટાક્રમે એટલે કે ચતુઃસ્થાનિક કરતાં ત્રિસ્થાનિક અને ત્રિસ્થાનિક કરતાં દ્રિસ્થાનિક એમ અનંતગુણહાનિયુક્ત રસાશવાળાં સ્પર્ધકો છે. તથા એકસ્થાનિક રસમાં પણ અસંખ્ય રસસ્પર્ધકો છે તેવી જ રીતે ખ્રિસ્થાનિક ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસમાં પણ અસંખ્ય અસંખ્ય રસસ્પર્ધકો છે. તેમાંના પ્રથમ સ્પર્ધક કરતાં બીજા સ્પર્ધકમાં અને બીજા સ્પર્ધક કરતાં ત્રીજા સ્પર્ધકમાં રસ અનંતગુણ-અનંતગુણ અધિક હોય છે. એમ સર્વ સ્પર્ધકોમાં જાણવું. તેથી એકસ્થાનિક રસના કોઇપણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org