________________
ગાથા : ૬૪
પાંચમો કર્મગ્રંથ
૨૬૭
ઉત્તર : અતિશય સંક્લિષ્ટ પરિણામ હોય ત્યારે પ્રાયઃ શુભપ્રકૃતિઓનો બંધ જ સંભવતો નથી. અશુભ પ્રકૃતિઓ જ બંધાય છે. જેમ ચાર ગતિમાંથી તીવ્ર સંક્લેશ હોય તો નરક-તિર્યંચગતિ જ બંધાય. પાંચ જાતિમાં એકેન્દ્રિયાદિ જાતિ જ બંધાય એટલે શુભપ્રકૃતિઓનો બંધ જ ન હોવાથી એક સ્થાનિક રસબંધ થતો નથી.
પ્રશ્ન : અત્યન્ત તીવ્ર સંક્લિષ્ટ પરિણામવાળા તિર્યંચ મનુષ્યો જ્યારે સાતમી નરકમાયોગ્ય બંધ કરે છે ત્યારે પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીરનામકર્મ, પરાઘાત, ઉચ્છવાસ ત્રસચતુષ્ક વગેરે કેટલીક પુણ્યપ્રકૃતિઓ પણ બાંધે જ છે. ત્યારે તે પ્રકૃતિઓનો એકસ્થાનિક રસબંધ થવો જોઇએ.
ઉત્તર : તે સમયે પણ બંધાતી પુણ્યપ્રકૃતિઓનો તથાસ્વભાવે જ બેઠાણીઓ આદિ જ રસ બંધાય છે. પરંતુ તેનાથી ઓછો રસબંધ થતો નથી. તેથી ત્યાં પણ ક્રિસ્થાનિક આદિ રસબંધ જાણવો.
પર્વતની રેખા સમાન અનંતાનુબંધી કષાય વડે અશુભ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક રસ બંધાય છે. પૃથ્વીની રેખા સમાન અપ્રત્યાખ્યાનીય કષાય વડે ત્રિસ્થાનિક રસ બંધાય છે. રેતીની રેખા સમાન પ્રત્યાખ્યાનાવરણ કષાયો વડે ક્રિસ્થાનિક રસ બંધાય છે. અને જલની રેખા સમાન સંજવલન કષાયો વડે માત્ર ૧૭ અશુભપ્રકૃતિઓનો જ એકસ્થાનિક રસ બંધાય છે. શુભપ્રકૃતિઓમાં તેનાથી વિપરીત ભાવ જાણવો, એટલે કે અનંતાનુબંધી કષાય વડે વિસ્થાનિક, અપ્રત્યાખ્યાનીય કષાય વડે ત્રિસ્થાનિક અને પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન કષાય વડે ચતુઃસ્થાનિક રસ બંધાય છે. કષાયનું નામ
અશુભ પ્રકૃતિઓનો | શુભ પ્રકૃતિઓનો શુભ પ્રકૃતિના| શુભ પ્રકૃતિ રસબંધ
રસબંધ અનંતાનુબંધીના ઉદય વડે ચતુઃસ્થાનિક ક્રિસ્થાનિક અપ્રત્યાખ્યાનીયના ઉદય વડે ત્રિસ્થાનિક ત્રિસ્થાનિક પ્રત્યાખ્યાનાવરણના ઉદય વડે ક્રિસ્થાનિક
ચતુઃસ્થાનિક સંજ્વલનના ઉદય વડે
એક સ્થાનિક
ચતુઃસ્થાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org