________________
૨૬૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૩
હવે જે સમયે જે કર્મ બંધાય છે, તે સમયે જ તેમાં જેમ પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશ બંધ થાય છે. તેમ રસ પણ બંધાય જ છે. સ્થિતિરસ વિનાનું કર્મ માત્ર ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે જ બંધાય છે. બાકીના ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં જ્યારે જ્યારે કર્મ બંધાય છે. ત્યારે ત્યારે પ્રતિસમયે અવશ્ય સ્થિતિ-રસ પણ બંધાય જ છે. તે રસબંધનું વર્ણન આ પ્રમાણે છે.
૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં વર્તતા સર્વે જીવો પ્રતિસમયે અનંતાનંત કર્મપરમાણુઓના બનેલા કામણવર્ગણાના સ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે બાંધે છે. તે સર્વે કર્મપરમાણુઓમાં પોતાના નિયત વિપાકરૂપે ફળ આપવાની તીવ્ર-મંદાત્મક ભાવે શક્તિનું જે નિયમન થવું તે શક્તિના (સામર્થ્યના) નિયમને રસબંધ કહેવાય છે. એક સમયે બંધાતા અનંતાનંત કર્મ પરમાણુઓમાં આવો રસબંધ થતો હોવા છતાં પણ તે સર્વે પરમાણુઓમાં સરખો રસબંધ થતો નથી. કોઈમાં ઓછો અને કોઈમાં અધિક રસબંધ થતો હોવાથી તે રસની વર્ગણા અને સ્પર્ધક રૂપે શાસ્ત્રોમાં વિવક્ષા કરેલી છે. તે આ પ્રમાણે
એક જીવ વડે એક સમયમાં ગ્રહણ કરાતા અનંતાનંત કર્મપુદ્ગલોમાં ઓછામાં ઓછા રસવાળા જે કર્મ પુદ્ગલો છે. તેમાં જે રસ (શક્તિ-સામર્થ્ય) છે. તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ટૂકડા કરવામાં આવે કે જે એક ટુકડાના ફરીથી કેવલીની બુદ્ધિએ પણ બે ટૂકડા ન થાય તેવા ટૂકડા કરીએ તો સંસારમાં રહેલા સર્વજીવોની સંખ્યા કરતાં અનંતગુણા ટૂકડા થાય તેટલો રસ ઓછામાં ઓછા રસવાળા એક એક કર્મ પુદ્ગલોમાં હોય છે. સારાંશ કે સર્વજીવો કરતાં અનંતગુણા રસાવિભાગો વડે (એટલે કે રસાણુઓ વડે) યુક્ત એવા અનંતા પરમાણુઓ (પરસ્પર સમાન રસવાળા) હોય છે. આ રસાવિભાગને અવિભાગપલિચ્છેદ પણ કહેવાય છે. આવા પ્રકારના સર્વજીવો કરતાં અનંતગુણા રસાવિભાગવાળા અનંતા પરમાણુઓનો સમુદાય તે વર્ગણા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org