________________
૨૪૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૯
વિવેચન= તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો સતતબંધ અસંખ્યાતો કાલ જાણવો. અહીં અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા સમયપ્રમાણ આ અસંખ્યાતો કાળ જાણવો. અથવા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીપ્રમાણ એટલે કે અસંખ્યાતા કાળચક્રો પ્રમાણ કાળ જાણવો. કારણ કે તેઉકાય અને વાયુકાયમાં ભવસ્વભાવથી જ તિર્યચઢિક અને નીચગોત્ર જ બંધાય છે. પરંતુ તેનું પ્રતિપક્ષી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાતું નથી. તેઉકાય અને વાયુકાયની ઉત્કૃષ્ટથી સ્વકાસ્થિતિ (જીવ તેમાં અને તેમાં જન્મ-મરણ કરે પરંતુ બહાર ન નીકળે તેવી સ્થિતિ) અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી કહી છે. તેથી તેટલો કાળ આ ત્રણ જ પ્રકૃતિઓ સતત બંધાય છે. આ પ્રમાણે આ ત્રણ પ્રકૃતિઓનો ઉપરોક્ત કાળ સંભવી શકે છે.
ચાર આયુષ્યકર્મનો સતતબંધ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે. એટલે પરભવના આયુષ્યનો બંધ શરૂ કર્યા પછી એક જ અંતર્મુહૂર્તમાં તે આયુષ્ય અવશ્ય બંધાઈ જ જાય છે. વધુ કાલ બંધ ચાલતો નથી. તથા બીજી પ્રવૃતિઓમાં જેમ જઘન્યથી ૧ સમયનો સતતબંધ હોય છે. તેમ આ ચાર આયુષ્યમાં જઘન્યથી ૧ સમય, ૨ સમય કે આવલિકા ઈત્યાદિ કાળ નિરંતરબંધનો નથી. પરંતુ જઘન્યથી પણ નિરંતરબંધ અંતર્મુહૂર્તનો જ હોય છે. તે વાત ૬૨મી ગાથાના ચોથા ચરણમાં કહેવાશે.
ઔદારિક શરીર નામકર્મનો સતતબંધ અસંખ્યાતપુદ્ગલપરાવર્તન પ્રમાણ (અનંતકાળ) જાણવો. જે જીવો અનાદિકાળથી નિગોદમાં અને નિગોદમાં જ જન્મ-મરણ કરે છે, તેવા જીવોને અવ્યવહારરાશિ કહેવાય છે. તેની આદિ ન હોવાથી તેવા જીવોને આશ્રયી કાળનું વિધાન કરાતું નથી. કારણ કે જેની આદિ અને અંત હોય તેના જ કાળનું માપ થઈ શકે છે. જેની આદિ અને અંત ન હોય તેનું (પ્રારંભ અને છેડો ન હોવાથી) માપ કહી શકાતું નથી. તેથી જે જીવો અનાદિ અવ્યવહાર નિગોદમાંથી નીકળીને એકવાર પણ પૃથિવી આદિ વ્યવહારને પામ્યા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org