________________
પાંચમો કર્મગ્રંથ
-
‘‘વિનયાસુ હિસય વ્રુતીસ'' = બે વાર વિજયાદિમાં અને આદિ શબ્દ હોવાથી ત્રણવાર અચ્યુત દેવલોકમાં જનારા જીવને આશ્રયી ૧૩૨ સાગરોપમ કાળ થાય છે. કારણ કે વિજયાદિના બે વાર ભવ કરવા વડે ૬૬, તથા ત્રણવાર અચ્યુતના ભવ કરવા વડે ૬૬ એમ ૧૩૨ થાય છે. ‘‘વિનયાર્ડ્સ પેવિખે હિસય તેમનું'' ત્રૈવેયકમાં તથા વિજયાદિમાં જનારા જીવને આશ્રયી ૧૬૩ સાગરોપમ કાળ થાય છે. ૧૬૩ થાય છે. અહીં વિઘ્ને પદની સાથે વિનયાતુ પદ પણ જોડવાનું છે.
૩૧ + ૬૬ + ૬૬
"विजयाइसु गेविज्जे तमाइ दहिसय पणसीइ
૨૪૪
=
Jain Education International
=
??
તથા તમ:પ્રભામાં, ત્રૈવેયક અને વિજયાદિમાં ભવ કરનારા જીવને આશ્રયી ૨૨+૩૧+૬૬+૬૬-૧૮૫ સાગરોપમકાળ થાય છે. અહીં તમારૂ પદની સાથે નેવિો અને વિનયાસુ એમ બન્ને પદો જોડવાનાં છે. માત્ર પ્રથમપદ લહીએ તો ૧૩૨ સાગરોપમ, પહેલું અને બીજું બન્ને પદ લઈએ તો ૧૬૩ સાગરોપમ, અને ત્રણે પદ લઈએ તો ૧૮૫ સાગરોપમ થાય છે. જે પૂર્વની બન્ને ગાથામાં સમજાવ્યું જ છે. આ પ્રમાણે ૩૩ અવબંધી અને ૮ ધ્રુવબંધી એમ કુલ ૪૧ પ્રકૃતિઓનો અબંધ કાળ સમજાવ્યો. બાકીની ૪૦ અવબંધીનો અબંધકાળ નિયત નથી. અને બાકીની ૩૯ ધ્રુવબંધી અનાદિકાળથી બંધાય જ છે. અને અભવ્યમાં અનંત તથા ભવ્યમાં સાન્ત બંધ હોય છે. તે નિરન્તરબંધી હોવાથી અબંધકાળ કહ્યો નથી.
For Private & Personal Use Only
ગાથા : ૫૮
હવે કઈ પ્રકૃતિ સતત (નિરન્તર) વધુમાં વધુ કેટલો કાળ બંધાય ? તે સતતબંધ અર્થાત્ નિરન્તરબંધ-અખંડબંધ કહેવાય છે. તેમાં ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓ તો ધ્રુવબંધી જ હોવાથી નિરન્તર બંધાય જ છે. અભવ્યને અનાદિ-અનંત, ભવ્યને અનાદિ-સાન્ત, અને અગિયારમે જઈને ત્યાંથી પડેલાને સાદિ-સાન્ત બંધ છે જ. તેથી તે ૪૭નો સતતબંધ કહેવાશે નહીં. બાકીની ૭૩ જે અધ્રુવબંધી છે તે ક્યારેક બંધાય છે
www.jainelibrary.org