________________
ગાથા : ૪૮
પાંચમો કર્મગ્રંથ
૧૯૫
ગ્રંથોમાં નથી પરંતુ શાસ્ત્રની સાથે અવિરુદ્ધ લાગે છે. તેથી કલ્પના કરવામાં કોઈ દોષ દેખાતો નથી.)
પ્રશ્ન - સાસ્વાદનથી અપૂર્વકરણમાં અંતઃકોડાકોડી સાગરોપમથી હીન બંધ થતો નથી, એમ કહો છો તો મિથ્યાદૃષ્ટિ જીવોને શું અંત:કોડાકોડી સાગરોપમથી હીન બંધ થાય કે નહીં ?
ઉત્તર = 1 ૨ કિછે બ્રિયરનિતિ = ભવ્ય એવા સંજ્ઞી હોય કે અભવ્ય એવા સંજ્ઞી હોય, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિમાં અંત:કોડાકોડી સાગરોપમથી હીન બંધ થતો જ નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ભવ્ય હોય કે અભવ્ય હોય પરંતુ મિથ્યાદૃષ્ટિ હોય તો જઘન્યથી પણ આટલો બંધ તો કરે જ છે. અહીં ભવ્યસંજ્ઞી પણ “મિથ્યાદૃષ્ટિ” હોય તો આથી ન્યૂન બંધ કરતો નથી, એમ કહ્યું હોવાથી જે જે ભવ્યસંજ્ઞી છે પરંતુ મિથ્યાદષ્ટિ નથી, અર્થાત્ ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણીગત છે. તેવા ૯/૧૦ ગુણસ્થાનકે વર્તતા ભવ્યસંજ્ઞીને ન્યૂન બંધ થાય છે. તથા ભવ્ય હોય કે અભવ્ય હોય પણ “સંજ્ઞી” કહેલ હોવાથી ભવ્ય-અભવ્ય એમ બન્ને પ્રકારના અસંજ્ઞી જીવો જ હોય તો (એટલે કે એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય હોય તો) સાતીયા ભાગ રૂપ ન્યૂન સ્થિતિ બંધ પણ કરે છે. ઈત્યાદિ સુયુક્તિઓ સ્વયં જોડવી.
પ્રશ્ન - ભવ્ય અને અભવ્ય એવા સંજ્ઞી પંચેન્દ્રિયમાં જઘન્યથી પણ અંતઃકોડાકોડીનો બંધ હોય છે. તેનાથી હીન બંધ થતો નથી. તો આ બન્ને પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિમાં ઉત્કૃષ્ટથી કેટલો બંધ હોય ? તે તો ગાથામાં કહ્યું જ નહીં. માટે તે સમજાવો.
ઉત્તર - મૂલ – ઉત્તર - પ્રકૃતિનો ૨૦-૩૦-૪૦-૭૦ કોડાકોડી સાગરોપમનો જે જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વે કહ્યો છે તે સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિમાં ભવ્ય કે અભવ્ય એમ બન્ને પ્રકારના જીવોને થઈ શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિ અંત:કોડાકોડી સાગરોપમથી માંડીને પોત-પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના તમામ સ્થાનોવાળી સ્થિતિ બાંધી શકે છે. આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org