________________
ગાથા : ૪૬
પાંચમો કર્મગ્રંથ
- ૧૮૩
કાળ આશ્રયી સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ
(૧) જે મૂલ અથવા ઉત્તર પ્રવૃતિઓનો સ્થિતિબંધ એકવાર વિરામ પામ્યા પછી (તેનો સર્વથા અબંધક થઈને) પુનઃ બંધ ચાલુ કરે ત્યારે પુનબંધના પ્રથમ સમયે તે બંધની સાદિ કહેવાય છે. અથવા મૂળ અને ઉત્તર પ્રકૃતિમાંથી વિવક્ષિત કોઈપણ પ્રકૃતિનો સર્વથા બંધ વિરામ થયો ન હોય, સ્થિતિબંધ ચાલુ જ હોય, પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચાલુ હોય તે બાંધતાં બાંધતાં અનુત્કૃષ્ટ બાંધવા માંડે તો અનુત્કૃષ્ટ બંધની સાદિ, અને અનુત્કૃષ્ટ બાંધતો હોય તેમાંથી પરિણામ ફેરફાર થવાથી ઉત્કૃષ્ટ બાંધવા માંડે તો ઉત્કૃષ્ટની સાદિ, એવી જ રીતે જઘન્ય બાંધતાં બાંધતાં અજઘન્ય બાંધવા માંડે તો અજઘન્યની સાદિ, અને અજઘન્ય બાંધતાં બાંધતાં જઘન્ય બાંધવા માંડે તો જઘન્યની સાદિ એમ ચારે ભાંગામાં સાદિત્વ સંભવી શકે છે. અને આ ચારે બંધોમાં જે પૂર્વે બંધાતો બંધ વિરામ પામ્યો તે અપ્રુવ (અનિત્ય) જાણવો.
(૨) જે સ્થિતિબંધ પૂર્વે ભૂતકાળમાં કદાપિ વિરામ પામ્યો નથી. અનાદિકાળથી ચાલે જ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિબંધ લપકને દસમે (દસમાના ચરણ સમયે) બંધાય છે. પરંતુ દસમું ગુણસ્થાનક (દસમાના ચરમ સમયને) ન પામેલાને જઘન્ય વિનાનો અજઘન્ય સ્થિતિબંધ જ ચાલુ છે. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ ધ્રુવબંધી હોવાથી તેના બંધની આદિ નથી માટે તે અનાદિ. આ બંધનો ભાવિમાં ભવ્યને અંત આવે અને અભવ્યને અંત નહી આવે.
(૩) જે સ્થિતિબંધ ભાવિમાં કોઈ દિવસ વિરામ પામવાનો નથી. તે ધ્રુવ. જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો અજઘન્યસ્થિતિબંધ અભવ્ય જીવોને અનાદિથી છે અને અનંતકાળ ચાલશે જ. તેને ધ્રુવ- કહેવાય છે. આ ભાંગો અભવ્યજીવોને આશ્રયી સંભવે છે.
(૪) જે સ્થિતિબંધ ક્યારેક હોય અને ક્યારેક ન હોય, ભાવિમાં અવશ્ય વિચ્છેદ પામશે જ તે અધ્રુવ. જેમ કે તે જ જ્ઞાનાવરણીયકર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org