________________
ગાથા : ૪૬
પાંચમો કર્મગ્રંથ
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના નિરૂપણ પ્રસંગે જઘન્ય-અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ સ્થિતિબંધને આશ્રયી કાળસંબંધી સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવથી થતા ભાંગાઓ સમજાવે છે.
उक्कोसजहन्नेयर-भंगा साई अणाइ ध्रुव अधुवा । चहा सग अजहन्नो, सेसतिगे आउचउसु दुहा ।। ४६ ।।
(उत्कृष्टजघन्येतरभङ्गास्साद्यनादिध्रुवाध्रुवाः । चतुर्धा सप्तानामजघन्यश्शेषत्रिक आयुष्यश्चतुर्षु द्विधा ।। ४६ ।। ) શબ્દાર્થ :- પ્રેસનનેયરમંા = ઉત્કૃષ્ટ-જઘન્ય અને તેના બન્નેથી ઈતર એમ કુલ ૪ ભાંગા, સાળાğવપ્રવા સાદિઅનાદિ-ધ્રુવ અને અધ્રુવ, ચડજ્ઞા = ચાર પ્રકારે, મન = સાત કર્મોનો, अजहन्नो = અજધન્ય સ્થિતિબંધ, મેતિને બાકીના ત્રણમાં અને, आउचउसु આયુષ્યના ચારે ભાંગામાં, વુદ્દા
બે પ્રકારે ૪૬॥
*
==
=
Jain Education International
૧૮૧
=
ગાથાર્થ ઉત્કૃષ્ટ, જધન્ય તથા તેના પ્રતિપક્ષી બે (અનુત્કૃષ્ટ અને અજઘન્ય) એમ સ્થિતિબંધના ૪ પ્રકાર છે. તેના કાળ આશ્રયી સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ૪ ભાંગા છે. (આયુષ્ય વિના) સાત કર્મોનો અજઘન્ય બંધ ચાર ભાંગે છે. અને આ સાત કર્મોના શેષ ત્રણ પ્રકાર અને આયુષ્યકર્મના ચારે પ્રકારો બે ભાંગે છે. ॥ ૪૬ ॥
=
વિવેચન = પૂર્વે જણાવેલી સ્થિતિના સામાન્યથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર પડી શકે છે. જેમ કે જ્ઞાનાવરણીયકર્મની અંતર્મુહૂર્ત સ્થિતિ તે જઘન્ય, સમય, બે સમય આદિ અધિક કરતાં ઉત્કૃષ્ટ ન આવે ત્યાં સુધી મધ્યમ, અને ૩૦ કોડાકોડી સાગરોપમ તે ઉત્કૃષ્ટ.
For Private & Personal Use Only
અહીં ગ્રંથકારશ્રી સ્થિતિના આવા ત્રણ ભેદો ન કહેતાં “સીમા (મર્યાદા) ને આશ્રયી ૨+૨ કુલ ૪ પ્રકારો સમજાવે છે: જ્ઞાનાવરણીય કર્મની અંતર્મુહૂર્તની જે સ્થિતિ છે તે જઘન્ય ૧, આ જઘન્ય કરતાં ૧ સમય વધારે હોય, ૨ સમય વધારે હોય કે ૩ સમય વધારે હોય એમ યાવત્
www.jainelibrary.org